જામનગરમાં સિઝનમાં સૌ પ્રથમ વખત ૬૦ કિ.મી.ની મહત્તમ ગતિએ સૂસવાટા મારતો પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકનું મહત્તમ તાપમાન ૩પ.૮ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં તેજીલા વાયરાઓનો દોર ચાલી રહ્યો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસભર પવન ઝપાટાભેર ફૂંકાઈ રહ્યો છે અને તેમાંય સાંજ ઢળતાની સાથે જ પવનની ગતિમાં વધારો થાય છે.

જામનગરમાં સિઝનમાં પ્રથમ વખત ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયોઃ મીની વાવાઝોડા જેવો માહોલ

જામનગરમાં સિઝનમાં સૌ પ્રથમ વખત ૬૦ કિ.મી.ની મહત્તમ ગતિએ સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો. તિવ્ર ગતિએ ફૂંકાતા તેજીલા વાયરાઓને કારણે નગરમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા ઘરના બારી-દરવાજા ધ્રુજી ઊઠ્યા હતાં. પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

હવામાં વધી રહેલા ભેજને કારણે લોકો સવારે બફારાથી પરેશાન થયા હતાં તથા પવનને કારણે માર્ગ પર ઊડતી ધૂળની ડમરીથી વાહનચાલકો પરેશાન થયા હતાં. ગૃહિણીઓને પણ ઘરમાં બે વખત સફાઈ કરવાની ફરજ પડી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૮.ર ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩પ.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ લઘુત્તમ પ૦ ટકા અને મહત્તમ ૮૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની ૩૦ કિ.મી.થી ૬૦ કિ.મી.ની રહેવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.