- પેડક રોડ પર રાજ સેન્ડવીચમાં 500 લીટર એક્સપાયર ઠંડા પીણા અને સેન્ડવીચનો નાશ કરાયો: પાંચ ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા
કોર્પોરશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલી “માર્વેલસ બેકરી” ની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બેકરી પ્રોડક્ટસનો જથ્થો એક્સપાયરી-પડતર વાસી મળી આવ્યો હતો.60 કિલો બેકરી પ્રોડક્ટસનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને સ્થળ પર યોગ્ય હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ડ્રાય ફ્રૂટ કુકીઝનું સેમ્પલ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેડક રોડ પર “રાજ સેન્ડવિચ” પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતી ગયેલ ઠંડાપીણાંની બોટલ 10 લિટર તથા વાસી સેન્ડવિચ 500 ગ્રામ નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
મવડી ચોકડી થી બાપસીતારામ સર્કલ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 16 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. ખાધ્યચીજોના 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
બાલાજી ઘૂઘરા, ખોડલ ડાઈનિંગ હોલ,આશાપુરા કેળા વેફર્સ, સેલવાસ મદ્રાસ કાફે,બાલાજી ચાઇનીઝ પંજાબી, સીતારામ સુપર માર્કેટ,ગિરિરાજ દાળપકવાન,ક્રિષ્ના વડાપાઉં,જય અંબે નાસ્તા ગૃહ,જય ખોડિયાર બેકરી, ડિલાઇટ ફૂડ પોઈન્ટ, ક્રીમ ફ્રેશ નેચરલ આઇસ્ક્રીમ,રાની ઓઇલ,ઠાકોર, શિવ ફરસાણ માર્ટ અને અક્ષર દાળપકવાનને નોટિસ આપવામાં આવી હતી.
માર્વેલ્સ બેક્રીમાંથી માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ, રૈયા રોડ પર બર્ગેરીટો ફાસ્ટ ફૂડમાંથી ક્રોપીનો ક્રીમી ચીઝી બ્લેન્ડ,અંજલિ રેસ્ટોરન્ટમાંથી લુઝ પનીર ટકાટક સબ્જી,ગુણાતીત નગર મેઈન રોડ પર જલારામ નમકીનમાંથી લુઝ ફરાળી પેટીસનો નમૂનો લેવાયો હતો.