ફૂગવાડી કૂકીઝ, સોસ, જામક્રશ, સીરપ અને ક્રિમ સહિત 85 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
મુરલીધર ફરસાણમાંથી પણ 13 કિલો દાઝીયું તેલ પકડાયું, દેવી મદ્રાસ કાફે અને પ્રજાપતિ ખીચડી સેન્ટરને નોટિસ: મિક્સ દૂધ સ્લાઇસ બ્રેડ, સાંભાર, રાજગરાનો લોટ અને ચણાદાળના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના મવડી બાયપાસ વિસ્તારમાં ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં.5માં આવેલી ચોકોડેન કેક એન્ડ સ્વીટ્સમાંથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એક્સપાયરી ડેઇટ વિતી ગયેલો 60 કિલો આઇસ્ક્રીમ, 15 કિલો વાસી સોસ, ફૂગવાળા કૂકીઝ, જામક્રશ અને સીરપ તથા ક્રિમનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો. 85 કિલો વાસી ખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરી હાઇજેનીંગ ક્ધડીશન જાળવી રાખવા અને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણમાંથી 13 કિલો દાઝીયું તેલનો જથ્થો પકડાતા નોટિસ ફટકારવામાં આવી છે. જે.કે.ચોકમાં શિવશક્તિ કોલોનીમાં પ્રજાપતિ ખીચડી ભંડારને પણ નોટિસ આપવામાં આવી છે. જ્યારે નિર્મલા કોર્નર રોડ પર દેવી મદ્રાસ કાફેને પણ હાઇજેનીંગ ક્ધડીશન જાળવી રાખવા નોટિસ આપીને લૂઝ સાંભારનો નમૂનો લેવામાં આવ્યો હતો.
કોઠારિયા રોડ પર ખાદ્ય ચીજનું વેંચાણ કરતા 18 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી 11ને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી અને સાત કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. 9 નમૂનાનું સ્થળ પર ચેકીગ કરવામાં આવ્યું છે. કુવાડવા રોડ પર જાગનાથ ડેરીમાંથી મિક્સ દૂધ, રાજનગર ચોકમાં ચામુંડા દુગ્ધાલયમાંથી લૂઝ દૂધ, મધુવન મેઇન રોડ ખોડીયાર ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, રણછોડનગર સોસાયટીમાં રાજકોટ ડેરીમાંથી પ્રિમિયમ સ્લાઇસ બ્રેડ, નિર્મલા કોન્વેન્ટ રોડ દેવી મદ્રાસ કાફે લૂઝ સાંભાર, રિધ્ધિ-સિધ્ધી ટ્રેડીંગ કોર્પોરેશનમાંથી હાથી બ્રાન્ડ રાજગરાનો લોટ જ્યારે હંસરાજનગર મેઇન રોડ પુજા એન્ટરપ્રાઇઝ શ્રીજી બેસન એન્ડ ફ્લોર મિલમાંથી લૂઝ ચણાદાળનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.