મહેન્દ્ર મશરૂ, ધીરુભાઇ ગોહેલ,આદ્યશક્તિબેન મજમુદાર અને ગીરીશ કોટેચાને ટિકિટ: કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે આગામી ૨૧મી જુલાઈના રોજ યોજાનારા મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોય ભાજપે પોતાના તમામ ઉમેદવારોની નામની ઘોષણા ગઈકાલે સાંજે કરી દીધી છે. પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, મેયર આધ્યશક્તિબેન મજમુદાર, ડે.મેયર ગીરીશ કોટેચા અને બાલુભાઈ રાડા સહિતના દિગ્ગજોને ભાજપે ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરે તેવી સંભાવના જણાય રહી છે. જો કે, સામાપક્ષે કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી નથી.

ગઈકાલે સાંજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૬૦ ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દીધી હતી. જેમાં વોર્ડ નં.૧માં લાભુબેન મોકરીયા, શોભનાબેન પીઠીયા, અશોકકુમાર ચાવડા, નટુભાઈ પટોળીયા, વોર્ડ નં.૨માં સમીનાબેન સાંધ, સુમીતાબેન વાઘેલા, કિરીટભાઈ ભીંભા અને લલીતભાઈ સુવાગીયા, વોર્ડ નં.૩માં મુમતાજબેન સમા, શરીફાબેન કુરેશી, ભરતભાઈ કારેણા, અબ્બાસભાઈ કુરેશી, વોર્ડ નં.૪માં પ્રફુલાબેન ખેરાળા, ભગવતીબેન પુરોહિત, હરેશભાઈ પરસાણા, ધર્મેશભાઈ કોશીયા, વોર્ડ નં.૫માં રેખાબેન ત્રાબડીયા, શિલ્પાબેન જોશી, રાકેશભાઈ ધુલેશીયા, જયેશભાઈ ધોરાજીયા, વોર્ડ નં.૬માં કુસુમબેન અકબરી, શાંતાબેન મોકરીયા, ગોપાલભાઈ રાખોલીયા, આંશાનંદ (રાજુ) નંદવાણી, વોર્ડ નં.૭માં શિમાબેન પીપળીયા, સરલાબેન સોઢા, સંજયભાઈ કોરડીયા, હિમાંશુભાઈ પંડિયા, વોર્ડ નં.૮માં અવસરબેન જુનેજા, જુબેદાબાનુ સોરઠીયા, ચંદ્રેશભાઈ હેરમા, અબુમીયા ચિસ્તી, વોર્ડ નં.૯માં ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, ધીરુભાઈ ગોહેલ અને અંબાભાઈ કટારા, વોર્ડ નં.૧૦માં દિવાળીબેન પરમાર, આરતીબેન જોશી, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા અને હિતેન્દ્રકુમાર ઉદાણી, વોર્ડ નં.૧૧માં પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન જીતુભાઈ હિરપરા, શશીકાંતભાઈ ભીમાણી અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, વોર્ડ નં.૧૨માં હર્ષાબેન ડાંગર, ઈલાબેન બાલસ, અરવિંદભાઈ ભલાણી, પુનીતભાઈ શર્મા, વોર્ડ નં.૧૩માં ભાનુમતીબેન ટાંક, શારદાબેન પુરોહિત, વાલાભાઈ આમછેડા, ધરમભાઈ ડાંગર, વોર્ડ નં.૧૪માં કંચનબેન જાદવ, મેયર આધ્યશક્તિબેન મજમુદાર, બાલુભાઈ રાડા અને કિશોરભાઈ અજવાણી જ્યારે વોર્ડ નં.૧૫ માટે મધુબેન ઓડેદરા, બ્રિજેશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી અને ડાયાભાઈ કટારાને ભાજપે ટિકિટ આપી છે.

મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ગત સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ તાંની સો જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવતીકાલે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરે તેવી સંભાવના જણાય રહી છે. કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામની ઘોષણા કરી નથી. આગામી સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને ૯મી જુલાઈ સુધીમાં ફોર્મ  પરત ખેંચી શકાશે. તમામ ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે આગામી ૨૧મી જુલાઈના રોજ મતદાન અને ૨૩મી જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.