ભાજપ સરકાર અમીરોની નહિ ગરીબોની “અમીર સરકાર છે – ગોવિંદભાઇ પટેલ

દેશના ગરીબો,કિશાનોને ૬૦-૬૦ વર્ષ સુધી ગરીબ રાખીને દરેક ચૂંટણીમાં ગરીબી હટાવના નારા આપી માટે પડાવી લેતી કોંગ્રેસને હવે ગરીબો ફરી યાદ આવ્યા છે અને ગરીબોના ઉત્કર્ષ માટે ઠોસ કામ કરનારી ભાજપ સરકારને અમીરની સરકાર કહીને ગરીબોના માટે પાડવાના દુષ્પ્રચાર કરી રહી છે તેમ જણાવી રાજકોટ દક્ષિણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને પૂર્વમંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે જાહેરસભામાં જણાવ્યું હતું કે ભાજપની સરકાર અમીરોની સરકાર નહિ પણ ગરીબોના કલ્યાણની અમીરીની સરકાર છે.

તેમણે કહયું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ગુજરાતમાં ગરીબો માટેના ભાજ૫ સરકારના કલ્યાણ યજ્ઞના હવનમાં હાડકા નાખવાનું કામ શા માટે કર્યું તેનો જવાબ ચૂંટણીયાત્રા ૫ર આવતા કોંગ્રેસના નેતાઓએ આ૫વો જોઇએ. ગરીબોને, શિક્ષણ, આરોગ્ય, ઘરના ઘર, પૂરતા પોષણી ’અમીર’ બનાવવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે અને હવે વડાપ્રઘાન તરીકે જેહમત ઉઠાવી છે. શ્રી નરેન્દ્રભાઇના સુશાસનના ફળ મળવા શરૂ યા છે, ત્યારે મત મેળવવા હવે કોંગ્રેસ ગરીબોના નામે મત માગવા નીકળી ૫ડી છે. ગરીબો જયારે અંઘારે વાળુ કરતા હતાં, કિસાનો પાણી વગર ટળવળતા હતાં, બહેન-દિકરીઓ પીવાના પાણી માટે ૫ગે પાણી ઉતારતી હતી ત્યારે એરક્ધડીશનમાં બેસી ઝળહળતી રોશની નીચે બત્રીસ ભાતના ૫કવાન આરોગી મિનરલ વોટર ગટગટાવતા કોંગ્રેસી નેતાઓને ગરીબી યાદ ન આવી? તેવો પ્રશ્ન ૫ણ તેમનો ઉઠાવ્યો હતો.

આ સભામાં ભાજપાના અગ્રણી અને સનિષ્ઠ કાર્યકર શ્રી કાશ્યપભાઈ શુક્લએ  જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ ગરીબોના સન્માન બાબતે વિચાર કરી ગ્રામ્ય વિસ્તારમાં ઘરની ીઓ ને જાહેરમાં શૌચ માટે જવામાં પડતી સામાજિક અને અન્ય તકલીફો બાબતે વિચારી સમગ્ર દેશમાં ઘર ઘર શૌચાલયની યોજના લાવી અને તેમાં પણ સરકારે ભાગીદારી કરી ીઓના સન્માન ની રક્ષા કરવાનું ઉમદા કાર્ય પણ કર્યું છે. ગામડાની વૃદ્ધ માતાઓ – દીકરીઓ કે વહુઓને હવે ચુલાના ઘૂમાડા માંી કાયમી મુક્તિ આપી “ઉજ્જ્વલા યોજના” અંતર્ગત ગેસના બાટલાઓ અને ચુલાઓ પહોંચાડી લાખ્ખો પરીવારની ીઓના સ્વાસ્થ્યનો ખ્યાલ પણ રાખ્યો છે.

ભાજપાના ઉમેદવાર શ્રી ગોવિંદભાઇ પટેલના સર્મનમાં યોજાયેલ જનસભામાં શ્રી જીતુભાઇ મહેતા, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી પરાગભાઇ સંચાણીયા,શ્રી ખોડીદાસભાઈ મેઘાણી, શ્રી જગદીશભાઈ અકબરી,શ્રી રોહિતભાઈ મોલીયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી હસુભાઈ ચોવટીયા, શ્રી અશોકભાઈ ડાંગર, શ્રીમતિ રક્ષાબેન બોળીયા, શ્રીમતિ કિરણબેન સોરઠીયા, શ્રી રાજુભાઈ સોરઠીયા, શ્રી હરિભાઈ રતાડીયા સો બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.