અમિત જેઠવા કેસમાં સુપ્રીમ કોર્ટના ઓર્ડર સામે કાનુની જંગ
ચકચારી આર.ટી.આઇ એકટીવીસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં સીબીઆઇ કોર્ટ દ્વારા છ મહત્વના સાક્ષીઓને ફેર તપાસવા ચાલતા કાનુની જંગમાં મામલો હાઇકોર્ટમાં પહોચ્યો છે અને આજે હાઇકોર્ટ દ્વારા આજે આ મુદ્દે ફેંસલો સંભળાવાશે.
પ્રાપ્ત વિગત મુજબ અમીલ જેઠવા હત્યા કેસમાં આરોપી પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી તેમનો ભત્રીજો પ્રતાપ સોલંકી અને શિવા સોલંકી સામે ચાલી રહેલા કેસમાં સીબીઆઇ દ્વારા સીઆરપીસી કલમ ૩૧૧ મુજબ ૬ મહત્વ પૂર્ણ સાક્ષીઓને ફેર તપાસ કરવા નિર્ણય કરાતા આ મામલે પૂર્વ સાંસદ દિનુ બોધા અને તેમના ભત્રીજા પ્રતાપ સોલંકીએ હાઇકોર્ટનાં દ્વાર ખખડાવી ૬ સાક્ષીઓની ફેર જુબાની મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.
દરમિયાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી. પાટડીવાળાએ ગઇકાલે આ મુદ્દે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ આજે સાક્ષીઓની ફેરતપાસ મામલે સુનાવણી રાખી છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇ કોર્ટ દ્વારા આ ચકચારી કેસમાં ૬ મહત્વના સાક્ષીઓની ફરીથી જુબાની લેવા નિર્ણય કર્યો છે અને આ સાક્ષીઓની ભૂમિકા કેસમાં અગત્યની છે તો બીજી તરફ પૂર્વ સાંસદે આ અગાઉ સુપ્રિમ કોર્ટમાં ર૬ સાક્ષીઓની તપાસ કરવા આદેશ આપ્યો હોય સીબીઆઇ કોર્ટ દ્વારા સાક્ષીઓની ફેર તપાસ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,