ગુજરાત સરકાર પાસે વળતરમાં વધારો કરવા મામલે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો
વર્ષ ૨૦૦૨માં યેલા તોફાનો દરમિયાન ગેંગરેપની પીડીતા બિલકિસ બાનુને વળતર ચૂકવવાની માંગની અરજીનો જવાબ આપવા માટે રાજય સરકારને વડી અદાલતે વધુ છ સપ્તાહની મુદત આપી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે છ અઠવાડિયાી વધુ સમય રાજય સરકારને આપવાનો ઈન્કાર કરી દીધો છે. તા.૧૦ જાન્યુઆરીના રોજ વડી અદાલતે વળતર મુદ્દે પીડિતાએ કરેલી અરજીમાં રાજય સરકારનો જવાબ માંગ્યો હતો. ઉપરાંત સરકારે સંડોવાયેલા પોલીસ જવાન સામે પગલા લીધા છે કે નહીં તેવો સવાલ પણ પુછયો હતો.
વડી અદાલતમાં આ કેસને લગતી ૨ પીટીશન પેન્ડીંગ છે. જેમાં ૧ પીટીશનમાં પીડીતાને એકઝામપ્લરી વળતર તેમજ અન્ય એક પીટીશન કેસમાં સંડોવાયેલા પોલીસમેન સામે પગલા મામલે છે. બિલકિસ બાનુની અરજી મામલે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને જલ્દી જવાબ આપવા માટે કહ્યું હતું. કેસમાં દોષીત પોલીસવાળા અને તબીબ સામે શું કાર્યવાહી ઈ છે તેવો સવાલ પુછયો હતો. ગત સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરવાની મનાઈ કરી હતી.
આ મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, વળતરની રકમને વધારવા માટે દાખલ કરવામાં આવેલી યાચીકામાં દોષીતોની પક્ષ કેમ બનાવાયા છે. કોર્ટે ઉમેર્યું છે કે, વળતર તો સરકારને ચૂકવવાનું છે. બીજી તરફ સજા પડી હોય તેવા પોલીસવાળા અને તબીબો કામ કેવી રીતે કરી શકે તેવો પ્રશ્ર્ન પણ કોર્ટે સરકારને પુછયો છે. પોલીસવાળા અને તબીબ સામે શું કાર્યવાહી ઈ તે અંગે પણ પ્રશ્ર્ન કરવામાં આવ્યો છે.
બિલકિસ બાનુ સો માર્ચ ૨૦૧૨માં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ બાનુ ગર્ભવતી હતી. તેને ગોધરા ટ્રેન સળગાવ્યા બાદના ઘટનાક્રમ દરમિયાન ૭ સભ્યોને ગુમાવવા પડયા હતા. ૨૦૦૮ની તારીખ ૨૧ જાન્યુઆરીએ ખાસ અદાલતે આ મામલામાં ૧૧ લોકોને દોષીત ઠેરવ્યા હતા અને તમામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.