જીવન જરૂરીયાતની વસ્તુ, અનાજ, કરીયાણુ, દવાની પૂર્તિ સહિતની ચીજવસ્તુ લોકો સુધી પહોચાડીને જનજીવન ધબકતુ રાખવાનું કામ કરતાં આ કોરોના વોરિયર્સની ફરજ નિષ્ઠા કાબીલેદાદ
મારે પાંચ માસનું સંતાન છે પરંતુ કેટલાક દિવસોથી મેં તેને હાથમાં લઇ વહાલ કર્યુ નથી. રાતના ૧ર વાગ્યે ઘરે જઇફળીયાના એક ખુણામાં બેગ, સામાન અને કપડા કાઢી, સ્નાન કરી સૂઇ જવાનું, જમવાનું લગભગ નહીંવત ઇચ્છા જ નો હોઇ, આ નિત્યક્રમ છે જંગલેશ્વરમાં છેલ્લા પપ દિવસથી ફરજ બજાવતા તલાટી મંત્રી ધીરેનભાઇ પુરોહિતના ગોડલ પ્રાંત અધિકારી રાજેશ આલના નેતૃત્વમાં બે શિફટમાં કામ કરે છે કુલ ૬ તલાટી કમ મંત્રીઓ
જંગલેશ્વરનું નામ પડતા જ રાજકોટના તમામ લોકોને કોરોનાનું ભયાવહ ચિત્ર સામે ઉભું થઇ જાય ને જો એમ કહેવામાં આવે કે તમારે જંગલેશ્વરમાં જવાનું છે તો રૂવાડા ઉભમ થઇ જાય સુરક્ષા કર્મીઓ, આરોગ્ય વિભાગની સાથો સાથ જીવના જોખમે છ તલાટી કમ મંત્રીની ટીમ છેલ્લા પપ દિવસથી અહીં દિવસ-રાત કર્મનો ધર્મ બજાવી રહી છે. કવોરેનટાઇન કરાયેલ શેરીઓમાં રહેતા લોકોની આવશ્યક ચીજ વસ્તુઓ રાશન, દવા, શાકભાજી, દૂધ, બીમાર લોકોને સારવાર માટે આરોગ્ય વિભાગને જાણ કરવા સહીતની કામગીરીઆ ૬ વોરીયર્સ ફરજના ભાગરુપે તો કરે જ છે પરંતુ અનેક લોકોની નાની મોટી મદદ પણ કરી આપે છે. જરુરી હોઇ તેવા લોકોને રાશન કીટ, દુધનો પાવડર, રમજાન માસ હોઇ ખજુર, કરીયાણું, મસાલાની જેવી વસ્તુની જરુરીયાત પુરી પાડે છે. બદલામાં મળે છે દિલથી નીકળેલ શબ્દો.. ભગવાન તમારું ભલું કરે.
જંગલેશ્વરમાં ફરજ બજાવતા ડર નથી લાગતો? તેમ પૂછતા પુરોહિતભાઇ જણાવે છે કે, લોકોને જયારે મદદરુપ બનીએ છીએ અને તેમની આંખમાં જે કૃતજ્ઞતાનો ભાવ જોઇએ છીએ ત્યારે અમારી કામ કરવાની શકિત બેવડાઇ જાય છે તેમના આશીર્વાદથી જ અમે લોકો હજુ સુધી સુરક્ષિત છીએ. કફર્યુ વખતે કેવી પરિસ્થિતિમાંથી તેઓ પાસ થયા હતા. તેમ પૂછતા તલાટી ડી.આર. ઝાલા જણાવે છે કે લોકોને દૂધ, શાકભાજી માટે ખાસ આયોજન પ્રાંત અધિકારી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શ્રમ શ્રઘ્ધા ચોક ખાતે દૂધ તેમજ શાકભાજી આવી જાય, ત્યારબાદ અંદર શેરીઓમાં આઇસર ગાડીઓ દ્વારા દૂધ પહોચાડીએ, શાકભાજી માટે રપ રેંકડી ધારકોને પાસ આપેલા, જેઓ જુદા જુદા વિસ્તારમાં પહોચી જતાં ૮૦ જેટલા આગેવાનો અને સ્વયંસેવકનું વોટસઅપ ગ્રુપ બનાવેલું છે. જેમા કોઇપણ વ્યકિતને જે જરૂરીયાત હોઇ તે નોંધ મૂકી દેવામાં આવે બસ આ રીતે અમે કફર્યુના દિવસો પાસ કરેલા., ઇમરજન્સી માટે એક ૧૦૮ ની ટીમ હાજર રાખવામાં આવે છે.
જંગલેશ્વર વિસ્તાર કોર્ડન કરી રાજકોટને કોરોના મુકત રાખવામાં પોલીસકર્મીઓ, આરોગ્ય વિભાગ અને પ્રશાશન દ્વારા સંકલનથી લોકોને કોરેન્ટાઇન બનાવી રાખવામા સફળતા મળી છે તેમાં ૬ તલાટી વોરીયર્સ ધીરેનભાઇ પુરોહિત, ડી.આર. ઝાલા, સંદીપ જેસડીયા, કુરદેવભાઇ હુંબલ, કેવિનભાઇ હાંસલિયા અને મહેશભાઇ પંડયાની પપ દિવસની તપશ્ર્ચર્યા હંમેશા પ્રેરણાદાયી બની રહેશે.