વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવા સાથે સ્કૂલના અતિ આધુનિક બિલ્ડિંગમાં આવશ્યક તમામ સાધન-સુવિધાઓ ઉપલબ્ધ
હેર થયેલા ધો. ૧ર સાયન્સના પરિણામમાં ધ સ્કુલ ઓફ સાયન્સ (SOS) ના વિદ્યાર્થીઓએ ફરી એકવાર દબદબો જાળવી રાખ્યો છે. ગ્રુપ-એ અને ગ્રુપ-બીમાં એસ.ઓ.એસ.ના ૩પ વિદ્યાર્થીઓએ ૯૯ કે તેથી વધુ પી.આર. મેળવ્યા છે.
૯૯.૯૭ પી.આર સાથે બારડ ધારાએ બોર્ડમાં તૃતીય સ્થાન, ૯૯.૯૬ પી.આર સાથે શિયાર કોમલ એ બોર્ડમાં ચોથુ સ્થાન, ૯૯.૯૬ પીઆર સાથે ગજેરા આયુષ એ બોર્ડમાં ચોથું સ્થાન, ૯૯.૯૪ પીઆર સાથે સાંજવા સાવને બોર્ડમાં છઠ્ઠુ સ્થાન તેમજ ૯૯.૯૦ પીઆર સાથે ધાણેજા પુજન અને ધાણજા જૈમીને બોર્ડમાં દસમું સ્થાન મેળવી સ્કુલનું નામ રોશન કર્યુ છે. આ ઉપરાંત ૯૯ થી વધુ ૩પ વિદ્યાર્થીઓએ, ૯૮ થી વધુ પ૭ વિદ્યાર્થીઓએ, ૯૫ થી વધુ ૧૦૭ વિદ્યાર્થીઓએ, ૯૦ થી વધુ ૧૭૩ વિદ્યાર્થીઓએ તેમજ ૮૦ થી વધુ ર૫૭ વિદ્યાર્થીઓએ પીઆર મેળવ્યા છે. એસ.ઓ.એસ.નું કુલ પરિણામ ૯૨.૫૭ ટકા આવ્યું છે.
હેરભા દેવાંગે ૯૯.૮૭, રાઠોડ રોશની એ ૯૯.૮૪, પાણખાણીયા પ્રશાંતે ૯૯.૮૪, કુંજેરા શ્રેયાંશે ૯૯.૮૩, વાઢેર મનાલીએ ૯૯.૮૦, ભાલોડી ધ્રુવએ ૯૯.૮૦, નંદાણીયા સોહમએ ૯૯.૭૮,ક્રૂડ રજાક ૯૯.૭૪, રૈયાણી ખુશીએ ૯૯.૭૨, બોદર રાજદિપે ૯૯.૭૧, ગજેરા જીલે ૯૯.૭૧, રાંક અખીલે ૯૯.૬૯, વાડોદરીયા હર્ષવીએ ૯૯.૬૭, સાનેપરા ખુશીએ ૯૯.૬૩, હિરપરા નિયતીએ ૯૯.૬૨, કાછડિયા યશે ૯૯.૫૩, મકવાણા નિશાએ ૯૯.૪૪, પીપળીયા જીલે ૯૯.૪૨, ગિણોયા ભવ્યએ ૯૯.૪૨, ફળદુ દિશાંતે ૯૯.૪૦, ભદ્રેશા પ્રિયાંશી એ ૯૯.૩૭, ડોબરીયા વૃત્વિકે ૯૯.૩૬, વાંસજાળિયા નેહાએ ૯૯.૩૬, તરપદા કૃપાલી એ ૯૯.૩૧, દિશાંતે ૯૯.૩૦, બંધીયા પ્રકાશે ૯૯.૨૧, વલરાણી પ્રિયાંશુએ ૯૯.૧૪, ધોળકિયા કિન્નરીએ ૯૯.૦૯ તથા હિરલે ૯૯.૦૯ પીઆર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરતી એક માત્ર સંસ્થા એસ.ઓ.એસ. (ધ સ્કુલ ઓફ સાયન્સ) જે અતિ આધુનિક બિલ્ડીંગ, વિશાળ મેદાન ધરાવે છે. સંસ્થામાં વિદ્યાર્થીઓને પઘ્ધતિસરનું શિક્ષણ આપી દરેક પરીક્ષાના પરિણામની વાલીઓને એસએમએસ દ્વારા જાણ કરાઇ છે. ધ સાયન્સ ઓફ સ્કુલનું બિલ્ડીંગ અતિ આધુનિક, સીસી ટીવી કેમેરાથી સજજ તેમજ પુરતી હવા ઉજાસ ધરાવતું બિલ્ડીંગ છે. અહીં બાયોલોજી, ફીઝીકસ, કેમેસ્ટ્રીના વિભાગોમાં તમામ આવશ્યક સાધનો ઉપલબ્ધ છે. તેમજ ૭૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરીમાં દરેક વિદ્યાર્થીઓ પુરતી સુવિધા સાથે વાંચન કરી શકે છે.
નીટ, જેઇઇ, ગુજકેટ સહિતના કોર્ષમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા પુરતા માર્ગદર્શન સાથે શિક્ષણ આપવામાં આવે છે. એટલે જ યોગ્ય શિક્ષણ પ્રણાલીના આધારે વિદ્યાર્થીઓ નીટમાં ૬૪૪ સુધીના ગુણો પ્રાપ્ત કરે છે.
આ ઉપરાંત સંસ્થામાં હોસ્ટેલની ખુબ સારી સુવિધા છે. ગર્લ્સ હોસ્ટેલ્સમાં પણ વિદ્યાર્થીનીઓને પુરતી સુવિધા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને પુરતુ કેલેરીયુકત ભોજન પીરસવામાં આવે છે. વિશાળ રૂમો માં માત્ર ૪ જ વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે જેથી તેઓ આરામથી પોતાનું ભણતર કાર્ય કરી શકે.
કોમલ શિયારે ૯૯.૯૬ પી.આર. મેળવી ડંકો વગાડયો
હોસ્ટેલના પગી પિતાની પુત્રી સફળતા માટે સ્કુલના શિક્ષકો સંચાલકોને શ્રેય આપે છે. ગુજરાત સરકારે બેટી બચાવો, બેટી પઢાવો જેવું સૂત્ર આપી દીકરીઓને સમાન દરજજો આપવાની પહેલ કરી છે પણ આ સૂત્રને કેટલીક દીકરીઓ કેટલાક વાલીઓ, કેટલીક સ્કૂલોએ શતપ્રતિશત સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાત ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.૧ર સાયન્સના પરિણામમાં રાજકોટની સુવિખ્યાત એસ.ઓ.એસ. સ્કુલની વિદ્યાર્થીની કોમલ લક્ષ્મણભાઇ શિયારે ૯૯.૯૬ પી.આર. મેળવી ડંકો વગાડી દીધો છે.