ગુજરાત સહિત ભારતભરમાં કોરોના ભરડો લેતો જોવા મળી રહ્યો છે જેમ ગુજરાતમાં 400 જેટલા કેસ નોંધાયા હતા અને મોરબીમાં બે કેસ નોંધાયા હતા.જેમાં મોરબીની નવયુગ વિદ્યાલયમાં બારમાં ધોરણના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 41 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જેને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ અન્ય વિદ્યાર્થીઓ તથા સ્કૂલના સ્ટાફ સહિતના કોન્ટેકટમાં આવેલ 186 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 42 વર્ષીય આધેડના કોન્ટેકટ માં આવેલ અન્ય 31 વર્ષીય વ્યક્તિનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક સાથે નવ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.