રાણાવાવની ભોરાસર સીમ શાળામાં શહેરી વિસ્તારના નવા ૨૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. ભોરાસર સીમ શાળામાં રાણાવાવ શહેરી વિસ્તારમાંથી ૧૫ અને રાજકોટ, પોરબંદર બાયપાસ રોડ પરથી ૧૦ એમ કુલ નવા ૨૫ વિદ્યાર્થીઓએ એડમીશન લઈ સમાજને નવોરાહ ચીંધ્યો છે.
જેમાં પાર્થ શિડા, યશ ઓડેદરા, પાર્થ ચુંડાવદરા, વાળા વંશરાજસિંહ, પટેલ જેમ્સ , દેસાણી વિન્સ, દેસાણી વિન્સી, નાગર રિશી, પાણખાણીયા જિલ, શીંગડીયા પાર્થ, ખૂંટી માલદેવ, વકાતર કલલેશ, વકાતર કિશન, ખૂંટી ભરત, ગરચર માયા
કેતન રાણાવાયા, પાયલ રાણાવાયા, હેતલ ઓડેદરા, સ્વાતિ ટુકડીયા, નિલમ ટુકડીયા, વેદિકા જોષી, ધારા બાપોદરા, વિરાજ બાપોદરા, નિલમ બાપોદરા, નિરાલી ઓડેદરા વગેરેનો સમાવેશ થાય છે.
આ તકે ભોરાસર સીમ શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા દરેક વાલીઓને શ્રેષ્ઠ સરકારી શાળામાં પોતાના બાળકોનું વિનામૂલ્યે જીવન ઘડતર કરવા જણાવે છે આ સીમ શાળામાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય લાખાભાઈ મો.નં. ૯૮૭૯૩ ૭૬૬૫૬, ૯૧૦૬૪૭૩૦૭૨ નો સંપર્ક કરવા જણાવાયું છે.