જામનગર તા.26 ઓગસ્ટ, જામનગર જિલ્લામાં છેલ્લા બે દીવસથી સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 6 રસ્તાઓ હાલ બંધ છે. આ છ રસ્તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ પર
વરસાદના કારણે નદીમાં પુર આવવાથી કોઝવે ધોવાણ થવાના કારણે રસ્તો બંધ થયેલ છે.
સુમરા પિપરટોડા રોડ, રવસીયા હંસ્થળ રામપર રોડ, કાલાવડ મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા રોડ ઓવર ટોપીંગ થવાના કારણે બંધ છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે પણ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.