માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરને લઈ સકારાત્મક કાર્યવાહી
કોવિડ ૧૯ વૈશ્વિક મારામારી જંગમાં એક યોદ્ધાની જેમ કર્મનિષ્ઠાથી પ્રસંશનીય કામગીરી કરી અને માનવતાની નવી મિશાલ ઉભી કરનાર જૂનાગઢના પોલીસ અધિકારીઓને જિલ્લા કલેકટર સૌરભ પારધી અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા શુભેચ્છા સાથે “કર્મવીર કોરોના યોદ્ધા” તરીકે સન્માન પત્ર મોકલવામાં આવ્યા બાદ તે તમામ “કર્મવીર કોરોના યોદ્ધા” ને સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીી સન્માન પત્ર એનાયત કરવામા આવેલ હતા. જૂનાગઢ એસપી કચેરી ખાતે યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રોબેશ્નર આઇપીએસ સુશ્રી વિશાખા ડબરાલ, ડીવાયએસપી જે.બી. ગઢવી, જે.ડી.પુરોહિત, સહિતના અધિકારીઓની હાજરીમાં સારી કામગીરી કરનાર પોલીસ અધીકરીઓ પૈકી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એચ.આઈ .ભાટી, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.વરિયા, ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ ડી.જી. બડવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઇ વી.કે. ઉંજીયા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી, માળીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.વી. રાઠોડ તથા માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે. વિંઝુડાને સન્માન પત્ર એનાયત કરી, નવાજવામાં આવેલ હતા. આ તકે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ સક્રમણ લોક ડાઉન દરમિયાન સમગ્ર પોલીસ દળની કામગીરીની સરાહના કરાઈ હતી અને હજુ કોરોનાની રસી શોધાયેલ ના હોઈ, કાર્યવાહી ચાલુ રાખવા હિમાયત પણ કરી હતી.