ગ્રુપ મેચમાં ભારતે આયર્લેન્ડને 174 રને મહાત આપી
અબતક, નવીદિલ્હી
હાલ ટ્રિનીદાદ અને ટોબેગોમા અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ ચાલી રહ્યો છે. આ ગ્રુપ બીના મેચમાં ભારતનો મુકાબલો આયર્લેન્ડ સામે થયો હતો જેમાં ભારતે આયર્લેન્ડને 174 રને મત આપી હતી. આયરલેન્ડે ટોસ જીતી સર્વ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો સામે ભારતના ખેલાડીઓએ પોતાનો આક્રમક અંદાજ ને જાળવી રાખી 307 રન નોંધાવ્યા હતા તમે 308 સનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ માત્ર 133 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી અને ભારતનો 174 રને વિજય થયો હતો. બીજી તરફ ભારતીય ટીમના પર હરનુરસિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બીજી તરફ સૌથી મોટી વાત તો એ છે કે વિશ્વ કપ દરમિયાન ભારતના છ જેટલા ખેલાડીઓને કોરોના પોઝિટિવ આવતા તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. કેપ્ટન અને વાઈસ કેપ્ટન બંને કોરોના પોઝિટિવ આવતા ઉપર માઠી અસર જોવા મળી રહી છે.
બીસીસીઆઈના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાલ ધુલ, રસીદ વત્સ અને પરખના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવવાના બાકી છે. આ અંગે આઈસીસીએ નિર્ણય કરતાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં કોઈ પ્રકારનો બદલાવ આવી શકશે નહીં અને ખેલાડીઓમાં જે પોઝીટીવ રિપોર્ટ આવે તેના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે.
પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભારતે આયર્લેન્ડને પરાસ્ત કરી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ત્યારે વોટર ફાઇનલ આગામી 26મી જાન્યુઆરી પૂર્વે શરૂ થઈ શકશે નહીં બીજી તરફ ભારતના ખેલાડીઓ અને પોઝિટિવ આવતાં તેઓ નો વિકલ્પ ફોન હશે તે પણ હાલ પ્રશ્ન સામે આવ્યો છે.