રોગ વધુ ન ફેલાય તે માટે ૨૯ વાછરડીઓને દવા અપાઈ : ૭ ભેંસોના બ્લડ સેમ્પલ અને ગાયના દૂધનું સેમ્પલ લઈને લેબમાં મોકલાયા
મોરબીના જેતપર ગામે ૬ લોકોને બૃસેલાની જોવા મળી છે. ત્યારે વધુ લોકો બ્રુસેલાની લપેટમાં ન આવે તે અંગે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજકોટની પશુ ડોક્ટરની ટીમે સાત ભેંસોના બ્લડ સેમ્પલ અને એક ગાયના દુધનું સેમ્પલ લઈને તેને લેબમાં મોકલ્યું છે. ઉપરાંત ૨૯ વાછરડીઓને દવા પણ આપવામાં આવી છે.
જેતપરના પશુ દવાખાનાના ડોકટર ચીખલીયાના જણાવ્યા મુજબ પ્રથમ એક વ્યક્તિને બ્રુસેલાની અસર જોવા મળી હતી. ત્યારબાદ ગામમાં સઘન તપાસ કરતા ૫ થી ૬ વ્યક્તિઓને બૃસેલાની અસર જોવા મળી હતી. જેના પગલે તંત્રમાં દોડધામ મચી હતી. રાજકોટ, મોરબી, ટંકારા, માળિયાની પશુ ડોક્ટરોની ટીમ જેતપર ગામે દોડી આવી હતી.
પશુ ડોકટરોએ આ રોગ વધુ ન ફેલાય તે માટે ૨૯ વાછરડીઓને દવા આપી હતી. રાજકોટની ટીમે સાત ભેંસોનું બ્લડ સેમ્પલ તથા એક ગાયના દૂધનું સેમ્પલ લઈને રાજકોટ લેબમાં મોકલ્યું હતું. તેમજ આ સેમ્પલની વધુ તપાસ માટે અમદાવાદ ખાતે પણ પૃથ્થકરણ કરવામાં આવશે.
જિલ્લા પશુપાલન અધિકારી મકવાણાએ જણાવ્યું કે જેતપર ગામે ૫ થી ૬ વ્યક્તિઓને બ્રુસેલાની અસર થઈ છે. જેના પગલે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કાચું દૂધ પીવાથી બૃસેલાની અસર થવાની શકયતા હોવાથી કાચું દૂધ ન આરોગવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com