ગયા વર્ષે 10 સપ્ટેમ્બરે નૌસેનાની છ મહિલા ઓફિસર્સ દરિયાઈ રસ્તેથી વર્લ્ડ ટૂર કરવા માટે નીકળી હતી. લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીની આગેવાનીમાં ટીમે 26 હજાર દરિયાઈ સફર પૂરો કર્યો છે. ક્યારેક 140 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવતા પવને તેમને રોક્યા તો ક્યારેક 10-10 મીટર ઉંચી લહેરોએ તેમનો રસ્તો રોક્યો. પરંતુ મહિલા ઓફિસર્સે અડગ રહીને તેમની સફર પૂરી કરી હતી.

આ ટીમ આજે ભારત પરત આવી રહી છે. ગોવા તટ પર રક્ષામંત્રી નિર્મલા સિતારમણ તેમનું સ્વાગત કરશે. 254 દિવસ પછી આ મહિલા ઓફિસર્સ દરિયાઈ રસ્તે તેમની વર્લ્ડ ટૂર પૂરી કરીને ભારત આવી રહી છે. ટીમની મુસાફરી જ્યારે પૂરી થવા આવી ત્યારે ભાસ્કર ટીમે તેમની સાથે વાત કરી હતી. તેમની આ મુસાફરીના અનુભવ, રોમાંચ અનેપડકાર વિશે વાત કરવામાં આવી હતી. સમગ્ર વાતચીત વોટ્સએપ દ્વારા કરવામાં આવી હતી.

2 152687609755 ફૂટની બોટ પર અમે દરિયાની લહેરો પર વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યા હતા. ટ્રનર કમાન્ડર દિલીપ ડોંડેએ એક સલાહ આપી હતી તે અમને સમગ્ર મુસાફરી દરમિયાન કામ લાગી હતી. તેમણે કહ્યું હતું કે, બોટ પર ચડતા પહેલાં તેમારુ જેન્ડર બહાર મુકીને જજો. બોટ કે દરિયો એ નથી જાણતો કે તમે છોકરી છો કે છોકરો. તે તમારા સાથે અલગ ટ્રીટમેન્ટ નહીં કરે. બસ જ્યારથી આ વિચારી લેશો ત્યારથી મુસાફરી સરળ થઈ જશે.

નૌસેનાની 6 મહિલા ઓફિસર્સ:-

– લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, ઉત્તરાખંડ
– લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિબા જામવાલ, હિમાચલ
– લેફ્ટનન્ટ કમાન્ડર પી સ્વાતી, વિશાખાપટ્ટનમ
– લેફ્ટનન્ટ ઐશ્વર્યા બોડ્ડાપટી, હૈદરાબાદ
– લેફ્ટનન્ટ વિજયા દેવી, મણિપુર
– લેફ્ટનન્ટ પાયલ ગુપ્તા, ઉત્તરાખંડ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.