અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજના કામો માટે રૂ. ૬૨.૨૩ કરોડ, ભુગર્ભ ગટરના કામ માટે
રૂ. ૩૪૪.૩૬ કરોડ, આગવી ઓળખ અને બ્યુટિફિકેશનના કામ માટે રૂ. ૮.૫૬ કરોડ તથા સ્ટ્રીટ લાઈટના કામો માટે ૮.૫૮ કરોડની ફાળવણી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યની ૧૮ નગર પાલિકાઓ અને રાજકોટ સૂરત વડોદરા ભાવનગર તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગર પાલિકાઓ ને પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના રેલવે ઓવર બ્રિજ અન્ડર બ્રિજ ટ્રાફિક સિગ્નલ નગર બ્યુટિફિકેશન રોડ અને સ્ટ્રીટ લાઈટ ના માળખાકીય વિકાસ કામો માટે ૫૯૬.૩૪ કરોડ ની ગ્રાન્ટ ફાળવવાની મઁજૂરી આપી છે.
આ અંતર્ગત પાણી પુરવઠા ના કામો માટે ૧૫૩.૧૧ કરોડ રેલવે ઓવર બ્રિજ અંડર બ્રિજ કામો માટે ૬૨.૨૩ કરોડ ભૂગર્ભ ગટર યોજના માટે૩૪૪.૩૬ કરોડ આગવી ઓળખ ના કામો અને બ્યુટિફિકેશન કામો માટે૮.૫૬ કરોડ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ કામો માટે૮.૫૮ કરોડ તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ ક્ધટ્રોલ સેન્ટર માટે ૧૯.૫૦ કરોડ ફાળવવામાં આવશે.