હિમ સ્ખલનના કારણે અત્યાર સુધીમાં 19 પર્વાતારોહીઓના મોત: રાજકોટ, ભાવનગર અને સુરતના પર્વતારોહીઓ ફસાયાની શંકા
ઉત્તરકાશીમાં થયેલા હિમ સ્ખલનના કારણે અત્યાર સુધીમાં 19 પર્વતારોહીઓના કરૂણ મોત નિપજયા છે. ગુજરાતના 6 પર્વતારોહીઓ આ પ્રકોપમાં ફસાયા છે. જો કે અત્યાર સુધી ગુજરાતના એકપણ પર્વતારોહીનું મોત થયું હોવાના અહેવાલ મળતા નથી. લાપતા 10 જેટલા પર્વતારોહીઓની શોધખોળ હજુ ચાલુ છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નહેરુ પવર્તારોહણ સંસ્થાના ઉપક્રમે કેટલાક પર્વતારોહીઓ ઉતર કાશીમાં પર્વતારોહણ માટે ગયા હતા. દરમિયાન ગઇકાલે હિમ શીલા ધસી પડવાના કારણે હિમ સ્ખલનની ઘટના સર્જાઇ હતી.
જેમાં 19 જેટલા પર્વનારોહીઓના કરુણ મોત નિપજયા હતા. આ પર્વતારોહણમાં ગુજરાતના કેટલાક પર્વતારોહીઓએ ભાગ લીધો હતો. ગઇકાલે ઉત્તરકાશીમાં થયેલા હિમ સ્ખલનની ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના 6 જેટલા પર્વતારોહિઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત અલગ અલગ રાજયના 10 જેટલા પર્વતારોહીઓ હિમ સ્ખલન બાદ હજી સુધી લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે. લાપત્તા બનેલા પર્વતારોહણીઓને શોધવા માટે સેનાની મદદ લેવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.
ઉત્તર કાશીમાં થયેલી હિમ સ્ખલનની ઘટનામાં ગુજરાતના છ પર્વતારોહીઓ ફસાયા છે. જો કે એક પણ પર્વતારોહણીઓનું મોત નિપજયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ ઉપરાંત ભાવનગર અને સુરતના પર્વતારોહીઓ હિમ સ્ખલનમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.