મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2019ના 9 માસમાં જ 72 TP અને 10 DP યોજનાઓ મળી કુલ 82 યોજનાઓ મંજૂર કરી છે. વિજયભાઇ રૂપાણીએ 2018ના વર્ષમાં નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે2019માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે. તેમણે TP-DP માં ઝીરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની 1 ડ્રાફ્ટ તથા 1 પ્રિલિમિનરી તેમજ સુરતની 2 પ્રિલિમિનરી અને રાજકોટની 1 વેરીડ પ્રિલિમિનરી તથા વડોદરાની 1 ફાયનલ વેરીડ TP મળીને કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યનાં જુદા-જુદા શહેરોમાં મળીને કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવી છે. વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજુરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે.
વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી અકિલા સ્કીમને મંજુરી આપી હતી. અમદાવાદની 01 ડ્રાફ્ટ તથા 01 પ્રીલીમીનરી યોજના, સુરતની 02 પ્રીલીમીનરી, રાજકોટની 01 વેરીડ પ્રીલીમીનરી, વડોદરાની 01 ફાયનલ વેરીડ TP ટાઉન પ્લાનીંગ સ્કીમને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે.