રાજકોટ જેતપુર તાલુકાના કોરોના પોઝિટીવ યુવાનનું અમદાવાદમાં સારવારમાં મોત: કુલ મૃત્યુ ૨
અમદાવાદમાં લોકડાઉનનું પરિણામ દેખાયું : ૨૬૮ કોરોનાગ્રસ્ત, ૧૯ના મૃત્યુ
રાજ્યભરમાં કોરોના વાયરસના ફેલાવાને નાથવા લોકડાઉનનું અમલીમરણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ ૩૪૭ પોઝિટિવ કેસ અને ૨૦ દર્દીઓના વાયરસે ભોગ લીધાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૮૫૪૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને ૫૧૩ મોત નિપજ્યાં છે. જેમાં એપિસેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદમાં ગઈ કાલે વધુ ૨૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૯ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટના જેતપુર તાલુકાનો યુવાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયની બીમારીની સારવાર માટે ગયા બાદ તેનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા જેતપુરમાં સૌપ્રથમ કેસ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય ચાર જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસ વધ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ સહિત ૧૫ જિલ્લામાં વધુ ૩૪૯ પોઝિટિવ કેસ નોંધાયો છે. અને ૨૦ દર્દીઓના કોરોનાએ ભોગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૮૧૯૫ પોઝિટિવ કેસ અને ૫૧૩ દર્દીઓના મોત નિપજ્યાનું નોંધાયું છે. રાજ્યમાં એક્ટિવ કેસોનું પ્રમાણ ૬૨.૯૩ ટકા અને કોરનાના મૃત્યુદર ૬.૨ ટકા થયું છે. સુરતમાં વધુ ૧૯, વડોદરામાં ૨૯, આણંદમાં ૨, ભરૂચમાં ૩, ગાંધીનગરમાં ૧૦, પંચમહાલમાં ૪, સાબરકાંઠામાં ૩ અને અરવલ્લીમાં ૧ સાથે રાજ્યમાં કુલ ૩૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૨૦ મૃત્યુ માંથી ૧૯ અમદાવાદમાં અને ૧ નર્મદા જિલ્લામાં દર્દીનું મોત નિપજ્યું છે. બહુચરાજીમાં વધુ એક પોઝિટિવ કેસ અને મહેસાણામાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.
વતનની વાટે પરત જવાની મંજૂરી મળતા રાજ્યમાં ફસાયેલા હજારો લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પરત ફરતા લોકોમાં કોરોનાં સંક્રમણમાં આવ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લામાં ગઈ કાલથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. રાજકોટના જેતપુર તાલુકાનો યુવાન હૃદયની બીમારીને કારણે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા બાદ કોરોનાની ઝપટે આવી જતા તેને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેતપુરના કોરોના પોઝિટીવ યુવાનનું ચાલુ સારવાર દરમિયાન અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં મોત નિપજયું છે. મૃતક યુવાનને હૃદયની બિમારી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં શહેરમાં અત્યાર સુધી ૬૩ અને ગ્રામ્યમાં ૫ મળી કુલ ૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ગ્રામ્ય વિસ્તારના વધુ એક યુવાનનું કોરોનાને કારણે ભોગ લેવાતા કુલ મૃત્યુઆંક ૨ થયો છે.
સૌરાષ્ટ્રમાં વધુ ચાર જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં ભાવનગરમાં આજ રોજ સવારે વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૯૫ પર પહોંચી છે. જ્યારે ઉનામાં ગઈ કાલે વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઉનાના વાવરડા ગામમાં સુરતથી આવેલા ૧૬ વર્ષનો તરૂણ અને ૪૦ વર્ષના આધેડ પણ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જ્યારે સોનારી ગામમાં મુંબઇ થી આવેલા ૨૧ વર્ષના યુવતી અને દેલવાડા ગામમાં મુંબઇ થી આવેલા વૃદ્ધ પણ કોરોના સંક્રમણમાં આવી જતા તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગીર સોમનાથમાં પણ કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે ગીર સોમનાથમાં વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમણના ૧૭ કેસ નોંધાયા છે. જ્યારે કોડીનારમાં ૧ અને ઉનામાં ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૫૪ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી સુપર સ્પ્રેડરના કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વિસ્ફોટ થયો હોય તેમ દિવસે ને દિવસે સંખ્યા વધતી રહી છે. સાથે મૃત્યુઆંક પણ આભ આંબી રહ્યો છે. અમદાવાદમાં ગઈ કાલે વધુ ૨૬૮ કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ ૬૦૦૦ની નજીક પહોંચી રહ્યો છે. જ્યારે ગઈ કાલે રાજ્યમાં ૨૦ મોત સામે ૧૯ માત્ર અમદાવાદમાં જ નિપજતા ચિંતા પ્રસરી રહી છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૦૦ દર્દીઓના મોત નિપજ્યા છે.