૧૧ ઓગષ્ટ સુધી પાળવા પડશે કડક નિયમો
જામનગરના જિલ્લા મેજિ. અને કલેક્ટર રવિશંકરે જામનગર શહેર અને જિલ્લામાં મળીને કુલ ર૩ નવા ક્ધટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા છે. જામનગર જિલ્લા મેજિ. અને કલેક્ટર રવિશંકર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ ક્ધટેન્ટમેન્ટ એરિયામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જોગર્સ પાર્ક, શ્વેતા એપાર્ટમેન્ટ વીંગ – બી ના કુલ ૧૪ ફલેટનો વિસ્તાર, અંબાવિજય સોસાયટી, પંચવટી ગૌશાળા પાસે ભગવતી એપાર્ટમેન્ટના કુલ ૧૪ ફલેટનો વિસ્તાર, મેડિકલ સ્ટાફ ક્વાર્ટસ, મેડિકલ કેમ્પસ એફ-૯૮ ક્ધટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સ્વરૂપ ભાવેશ કારાની, જયશ્રી ભાવેશભાઈ કારાની, રાકેશ દેવજીભાઈ રાઠોડના એક મકાનનો વિસ્તાર, ખોડિયાર કોલોની એરોડ્રામ રોડ રૂમ નં. ૧૦૩, હાઉસીંગ બોર્ડ, પોલીસ ચોકી પાસે ધર્મેન્દ્રસિંહ ભોજુભા જાડેજાથી શરૂ કરી ઈકબાલભાઈના ઘર સુધી તથા રસીદ જાડેજાના ઘરથી બંધ ગલી સુધી ૩ મકાન મળી કુલ ૬ મકાનનો વિસ્તાર. વાણિયાવાડ વીસ્પોન ટાવર, પેલેસ રોડ, સત્યસાઈ સ્કૂલ સામે વીંગ એ તથા બી મળી કુલ ર૦ ફલેટનો વિસ્તાર ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે.
સાતરસ્તા, શુભ વિલા એપાર્ટમેન્ટ ક્રિસ્ટલમોલની સામે, હેવમોર પાર્લરવાળી ગલી શુભવિલા એપાર્ટમેન્ટના ૧૦ ફલેટનો વિસ્તાર, પ૮-દિ.પ્લોટ, કૃષ્ણ કોલોની પાણીની ટાંકી પાસે શેરી નં. ૬, ખૂબચંદ તીર્થાણીના ઘરથી પરસોત્તમ તીર્થાણીના ઘર સુધી ૪ મકાનનો વિસ્તાર, પ૮-દિ.પ્લોટ શેરી નં. ૩, ગલી નં. ૩ માં વિમલભાઈ મંગી તથા સુનિલભાઈ મંગીનું મકાન મળી કુલ બે રહેણાંક મકાનનો વિસ્તાર, ગોવાળની મસ્જિદથી ડાબી બાજુ શાંતિ કૃપા એપાર્ટમેન્ટના ૧ર ફલેટનો વિસ્તાર, ૪૯-દિ.પ્લોટ નહેરૂનગર શેરી નં. પ, ખીમજીભાઈ રાઠોડના ઘરથી વિષ્ણુ રાઠોડના ઘર સુધીનો પાંચ મકાનનો વિસ્તાર, દિ.પ્લોટ પ૭ નિર્મલાબેન ધાકેચાના ઘરથી શરૂ કરી પ્રવિણભાઈ વાઘેલાના બે મકાન તથા ધનજીભાઈ નારોલાના ર મકાન મળી કુલ ૪ (ચાર) મકાનનો વિસ્તાર ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે. નાગનાથ ગેઈટ અલંકાર હોટલની સામે મોર્ડન વોશીંગથી શરૂ કરી રામભુવન એપાર્ટમેન્ટ આખો ક્ધટેન્ટમેન્ટ ઝોન વિસ્તાર, ખંભાળીયા નાકા બહાર લક્ષ્મી પાર્ક એપાર્ટમેન્ટ સેક્ધડ ફલોર બી/૩, કનખરા સમાજ રોડ, નાગરપરા લક્ષ્મી એપાર્ટમેન્ટના ૧૬ ફલેટનો વિસ્તાર, સેનાનગર સોસાયટી ગ્રીન પાર્ક શેરી નં. ર રૂમ નં. ર, એરફોર્સ ગેઈટ રોડ – ઢીંચડા કિરણબેનના મકાન સહિત ચાર મકાનનો વિસ્તાર, વસંતવાટીકા શેરી નં. ૪ પ્લોટ નં. ૧પ૦/૧, ભરતભાઈ નાનજીભાઈ કણજારીયાના એક મકાનનો વિસ્તાર, પટેલ પાર્ક, આશીર્વાદ-૩, રણજીતસાગર રોડ – નવામોની સ્કૂલ પાસે એક મકાનનો વિસ્તાર ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે.
રણજીતનગર યશ ટાવર, હરિયા સ્કૂલ પાસે, ત્રીજો માળ ર (બે) ઘરનો વિસ્તાર, સેતાવાડ અવેડીયા મામાવાળી શેરી સપના જય ચરાડવા તથા જય ભૂપેન્દ્ર ચરાડવાના મકાન સહિત વેણીભાઈ પંડ્યાનું મકાન મળી કુલ ૩ મકાનનો વિસ્તાર અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંડ્યા ફળી વાણીયાવાડ જતીન સી. બુસાણીના મકાન સહિત કુલ ૬ (છ) મકાનનો વિસ્તારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ખરાવાડ શેરી નં. ર માં પ્રથમ કાંતિભાઈ ત્રિકમભાઈ કાંજીયાના ઘરથી છેલ્લે પ્રફુલભાઈ રસિકભાઈ ભાલોડીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૮, ત્રિશુલચોકમાં પ્રથમ સવજીભાઈ પરબતભાઈ જાવિયાના ઘરથી છેલ્લે પ્રફુલભાઈ રસિકભાઈ ભાલોડીયાના ઘરથી છેલ્લે રાજેશભાઈ મંગનભાઈ સાપરિયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર પ, જામનગર જિલ્લાના લાલપુર ગામના જૂની હવેલી વિસ્તારના સુરેશ પ્રભુદાસ રૂપારેલના ઘરથી સુરેશ અમૃતલાલ જાખરીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૭ અને જામનગર તાલુકાના ખીલોસ ગામના વાડી વિસ્તારના પ્રથમ મનસુખભાઈ પ્રાગજીભાઈ ખાણધરના ઘરથી છેલ્લે ગોરધનભાઈ પ્રાગજીભાઈ ખાણધરના ઘર સુધીનો વિસ્તારમાં કુલ ઘર ૪ અને પણ ક્ધટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયા છે. આ જાહેરનામું તા. ર૯-૭-ર૦ર૦ થી તા. ૧૧-૮-ર૦ર૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે તેમ જણાવાયું છે.