૬ જીલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતના હોદેદારો પણ નકકી કરાશે

અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના વર્તમાન મેયર, ડે.મેયર, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન સહીતના હોદેદારોની મુદત આગામી ૧૪મી જુનના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે પછીના અઢી વર્ષ માટે નવા હોદેદારો ફાઇનલ કરવા માટે આજે બપોરે ૪.૩૦ કલાકે કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જીતુભાઇ વાધાણીના અઘ્યક્ષ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટી બોર્ડની બેઠક મળશે જેમાં ૬ મહાપાલિકા ઉપરાંત ૬ જીલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતના હોદેદારો પણ નકકી કરવામાં આવશે.

રાજયની મહાપાલિકા, છ જીલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ ચાલુ સપ્તાહે પૂર્ણ થઇ રહી છે.

ત્યારે મહાપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, પક્ષના દંડક, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખ  ઉપપ્રમુખ તથા કારોબારી સમીતીના ચેરમેનના ચેરમેનના નામો નકકી કરવામાં આવશે. સ્થાનીક સંગઠન દ્વારા ભાજપના ચુંટાયેલા નગર સેવકોના નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અલગ અલગ હોદાઓ માટે ત્રણ ત્રણ નામોની પેનલ માંગવામાં આવશે તો પેનલ રજુ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનું મેયરપદ અઢી વર્ષ માટે મહીલા અનામત છે હાલ મેયર પદ માટે જાગૃતિબેન ધાડીયા, જયોત્સનાબેન ટીલાળા, ડો. દર્શીતાબેન આચાર્ય, અંજનાબેન મોરઝરીયા અને બિનાબેન આચાર્યના નામ ચર્ચામાં છે. જયારે ડે.મેયર પદ કોલ ઓબીસી ને અપાય તેવીસંભાવના છે. સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન માટે કશ્યપ શુકલ, નીતીન ભારદ્વાજ, ઉદય કાનગડ, કમલેશ મીરાણીના નામની ચર્ચા થઇ રહી છે. નવા પદાધિકારીઓની નિમણુંક માટે આગામી ૧પમી જુનના રોજ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.