- પૃથ્વી વિજ્ઞાન મંત્રી રિજિજુએ કહ્યું છે કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળથી છ કિલોમીટર નીચે મોકલી શકશે.
National News : ભારત હવે અવકાશ બાદ દરિયાના પેટાળ ક્ષેત્રમાં પણ મહારથ હાંસલ કરવા આગેકૂચ કરી રહ્યું છે.વર્ષ 2023 માં, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, હવે ઉસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા પણ ગગનયાન તરફ ઝડપથી આગળ વધી રહી છે. દરમિયાન, ભારત ટૂંક સમયમાં સમુદ્રની ઊંડાઈ શોધવા માટે સમુદ્ર તપાસ શરૂ કરવા માટે તૈયાર છે. ભારતે બંગાળની ખાડીમાં એક પરીક્ષણ સફળતાપૂર્વક કરી લીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી કિરણ રિજિજુએ સંકેત આપ્યા છે કે 2025માં મિશન સમુદ્રયાન માટે ભારત સજ્જ રહેશે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રી રિજિજુએ કહ્યું છે કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળથી છ કિલોમીટર નીચે મોકલી શકશે. રિજિજુએ જણાવ્યું હતું કે ભારતની ડીપ સી સબમરીન ’મત્સ્ય 6000’ પર કામ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ સબમરીન માણસોને સમુદ્રમાં 6,000 મીટરની ઉંડાઈ સુધી લઈ જવા માટે સક્ષમ હશે.
તેમણે કહ્યું, ’જ્યારે તમે સમુદ્રયાન વિશે વાત કરો છો, ત્યારે તમે સમુદ્રની અંદર 6,000 મીટર, છ કિલોમીટર ઊંડે સુધી જવાના અમારા મિશન વિશે વાત કરો છો, જ્યાં પ્રકાશ પણ પહોંચી શકતો નથી. હું કહી શકું છું કે જ્યાં સુધી આપણી ’મત્સ્ય’ સબમરીન, જે માણસોને સમુદ્રની નીચે લઈ જાય છે, તેનું કામ યોગ્ય માર્ગ પર છે.
મંત્રીએ કહ્યું કે તેમણે પ્રોજેક્ટની સમીક્ષા કરી છે અને વૈજ્ઞાનિકો આ વર્ષના અંત સુધીમાં સપાટી પરના પાણીના પ્રથમ પરીક્ષણો હાથ ધરવા સક્ષમ બનશે. રિજિજુએ કહ્યું, ’મને વિશ્વાસ છે કે અમે 2025ના અંત સુધીમાં એટલે કે આવતા વર્ષે અમારા માનવ ક્રૂને 6,000 મીટરથી વધુ ઊંડા સમુદ્રમાં મોકલી શકીશું.’ સમુદ્રયાન મિશન 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ ’મત્સ્ય 6000’નો ઉપયોગ કરીને ક્રૂને મધ્ય હિંદ મહાસાગરમાં 6,000 મીટરની ઊંડાઈ સુધી પહોંચાડવામાં આવશે. તેના દ્વારા ત્રણ ક્રૂ મેમ્બર્સને દરિયાની અંદર અભ્યાસ માટે મોકલવામાં આવશે.
ભારત હવે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોની તુલનાએ આવી જશે
આ સબમરીન વૈજ્ઞાનિક સેન્સર અને સાધનોથી સજ્જ હશે અને તેની ઓપરેશનલ ક્ષમતા 12 કલાક હશે, જેને કટોકટીની સ્થિતિમાં 96 કલાક સુધી વધારી શકાય છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોએ ઊંડા સમુદ્રી મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ભારત આવા મિશન માટે કુશળતા અને ક્ષમતાનું પ્રદર્શન કરીને આ દેશોની હરોળમાં જોડાવા માટે તૈયાર છે.
અત્યાર સુધી ભારત પાસે દરિયાની વધુ ઊંડાઈ સુધી જવા માટે સક્ષમ ઉપકરણો નહોતા
ભારત માટે અત્યાર સુધી દરિયાનું પેટાળ વણઉકેલાયું ક્ષેત્ર હતું. જેથી અત્યાર સુધી ભારત પાસે દરિયાની વધુ ઊંડાઈ સુધી જવા માટે સક્ષમ ઉપકરણો ન હતા. પણ હવે આ ક્ષેત્રમાં ટેકનોલોજી બાબતે ભારતે ઘણી પ્રગતી કરી છે. હવે ભારત દરિયાની 6 હજાર મીટર ઊંડે પહોંચવા સક્ષમ બની ગયું છે. આ માટે જરૂરી તમામ ઉપકરણો વિકસાવવામાં આવ્યા છે.