એલસીબીએ મોડી રાત્રે દરોડો પાડી મોટા માથાઓને જૂગાર રમતા ઝડપી લેતા ચકચાર
મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ગઈકાલે મધ્યરાત્રીએ એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા છ નબીરાઓને રૂપિયા ૨,૦૫,૦૦૦ રોકડા સહિત કુલ રૂ. ૨.૨૫ લાખના મુદામાલ સહિત ઝડપી લેતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી ચિત્રકૂટ સોસાયટીમાંથી એસઓજી ટીમે બાતમીને અધારે જુગાર રમતા છ આરોપીઓને રોકડ રૂ.૨,૦૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ ફી.રૂ.૨૦,૦૦૦મળી કુલ રૂ.૨,રપ,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેતા મધ્યરાત્રે પોલીસ મથકના ટેલિફોન ધણધણી ઉઠ્યા હતા.
પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસને જુગારની બદી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ કોનસ્ટેબલ નિરવભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે મોરબી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ નાનભા જાડેજાના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી.
આરોપી ગીરીરાજસિંહ નાનભા જાડેજા રહે, ચિત્રકુટ સોસાયટી મોરબી, પ્રભુભાઈ સુંદરજીભાઇ ભાલોડીયા, રહે, મોરબી શ્યામ પાર્ક ૩ કાંતીભાઇ હરિભાઇ તોગડીયા રહે, ચિત્રકુટ સોસાયટી મોરબી, નરશીભાઇ કેશવજીભાઈ તોગડીયા, રહે.ચિત્રકુટ સોસાયટી મોરબી, પ્રવિણભાઈ કાનજીભાઈ બાવરવા, રહે, રામનગર સોસાયટી મોરબી, મહેન્દ્રસિંહ નાનભા જાડેજા, રહે, ચિત્રકુટ સોસાયટી મોરબીવાળાઓને રોકડા રૂ.૨,૦૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ. ૨૦,૦૦૦ તથા મળી કુલ કિ.૨,૨૫,૦૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયેલ હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com