ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગઈકાલે મોડી સાંજે રાજ્યભરના જજોની સામુહિક બદલી કરવા હુકમ કર્યો હતો જેમાં મોરબી જિલ્લાના ૬ જજની પણ બદલી થઈ છે. જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.વી.પટેલની અમદાવાદ બદલી થઈ છે. તેમની જગ્યાએ પી.બી.નાયકની નિમણૂક કરવામાં આવી છે.
આ બદલી હુકમ અન્વયે મોરબીના નવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે હાલોલના પી.બી.નાયક, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તરીકે પંચમહાલના વાય.એન. પટેલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે વડોદરાના ઉપાધ્યાય , એડિશનલ સિવિલ જજ તરીકે આર.એમ કાલોતરા, સેકન્ડ એડિશનલ સિવિલ જજ તરીકે એસ એન પુંજાણી, સેકન્ડ એડીશનલ સિવિલ જ્જ- વાંકાનેર તરીકે ઝાલોદના એમ.સી.પટેલની નિમણૂક કરવામા આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના મોટાભાગના જજની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.જેમાં મોરબીના ૫ અને વાંકાનેરના ૧ જજની પણ બદલી થઈ છે.મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ જેવી પટેલ ની અમદાવાદ રૂરલ, સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. જી દામોદરાની અમદાવાદ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર.એમ.અસોદીયાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે, એડિશનલ સિવિલ જજ અશ્વિનકુમાર દવેની ભિલોડા, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ મુનશીની બનાસકાંઠા, સેકન્ડ એડિશનલ સિવિલ જજ ટી.એ.ભાડજાની અમદાવાદ રૂરલમાં બદલી કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com