વાંકાનેર બેઠકમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

મોરબી જિલ્લામાં આગામી ૯ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત  ગઈકાલે ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવતા જિલ્લાની ત્રણેય બેઠકોમાંથી કુલ ૧૧ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા જ્યારે વાંકાનેર બેઠકમાં એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે રિટર્નીગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્રના ઢગલા થયા બાદ ગઈકાલે રિટર્નીગ ઓફિસર દ્વારા  ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવતા મોરબી જિલ્લાની વાંકાનેર, મોરબી અને ટંકારા વિધાનસભા બેઠકમાં કુલ મળી  ૧૧ ફોર્મ રદ્દ થયા હતા.વિધાનસભા બેઠક દીઠ જોઈએ તો મોરબી માળીયા બેઠકમાં ૨૧ પૈકી ૬ ઉમેદવારીપત્ર રદ થયા હતા જેમાં ડમી અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ટંકારા બેઠકમાં સ્થિતિ જોઈએ તો કુલ ૧૬ ઉમેદવાર મેદાને હતા જે પૈકી બે અપક્ષ ઉમેદવારોના ઉમેદવારીપત્ર ટેક્નિકલ કારણોસર અને દરખાસ્ત કરનારની શી ન હોવાથી રદ્દ થયા હતા.

જ્યારે સૌથી વધુ ઉમેદવારો ધરાવતી વાંકાનેર બેઠકમાં ત્રણ ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા જ્યારે પથુભાઈ મંગાભાઈ સારોલા નામના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હોવી આ બેઠક માટે ૨૦ ઉમેદવારો મેદાને રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.