હાલમાં દરેક લોકોને કાનનો કચરો કેવી રીતે સાફ કરવો તેને લઈ અનેક પ્રશ્નો થતાં હોય છે. કારણ કે જો આવડત અને જાણકારી વગર જો કાનનો કચરો સાફ કરવામાં આવે તો તમારા કાનને નુકસાન થઈ શકે છે. એટલા માટે કાનની સફાઈ માટેના કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો વિશે જાણવું જરૂરી છે.

ઈયરવેક્સ એટલે કે કાનની ગંદકી અથવા કચરો એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. તે ઘણીવાર ધૂળ, પ્રદૂષણ, કાનની અંદર તૈલી સ્ત્રાવ અને મૃત ત્વચાના કોષોને કારણે થાય છે. જો કાન સાફ ન કરવામાં આવે તો, આ ઇયરવેક્સ સખત થઈ શકે છે અને સાંભળવાની સમસ્યાઓ, કાનમાં દુખાવો, ખંજવાળ અથવા ચેપનું કારણ બને છે. ત્યારે તમારે જાણવું જોઈએ કે કાનને કેવી રીતે સાફ કરવા.

ગરમ પાણી :

ગરમ પાણી

કાન સાફ કરવાનો સૌથી સહેલો રસ્તો ગરમ પાણી છે. એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં સ્વચ્છ કપડું ડુબાડો. આ કપડાને નીચોવીને કાનના બહારના ભાગને હળવા હાથે લૂછી લો. કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખો. આ કાનના બહારના ભાગની ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે.

ઓલિવ તેલ :

ઓલિવ તેલ

ઓલિવ તેલ એ ઇયરવેક્સને નરમ કરવા અને બહાર કાઢવાનો કુદરતી ઉપાય છે. તે કાનની અંદર સોજો પણ ઘટાડી શકે છે.  ઓલિવ ઓઈલના થોડા ટીપાં કાનમાં નાખો અને ત્યાર બાદ તમારું માથું થોડીવાર નમેલું રાખવાનું છે. જેથી તેલ કાનમાં બરાબર જાય. ત્યાર બાદ કાનને હળવા હાથે 5-10 મિનિટ પછી લૂછી લો. આ પ્રક્રિયા ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેરનું તેલ :

નાળિયેરનું તેલ

નાળિયેરનું તેલ પણ એક સારો વિકલ્પ છે, ખાસ કરીને જો કાનમાં ખંજવાળ અથવા બળતરા થતી હોય. તેલને થોડું ગરમ કરીને કાનમાં ટીપાં નાખો અને થોડીવાર તમારું માથું નમેલું રાખો. તેનાથી કાનની અંદર રહેલી ગંદકી છૂટી જશે અને કાનની સફાઈ સરળ બનશે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ :

હાઇડ્રોજન પેરોક્સાઇડ કાન સાફ કરવા માટે એક અસરકારક અને લોકપ્રિય પદ્ધતિ છે. એક ભાગ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એક ભાગ પાણી મિક્સ કરો. આ મિશ્રણના થોડા ટીપા કાનમાં નાખો અને થોડીવાર માથું નમેલું રાખો. જો કે, જો તમને તમારા કાનમાં કોઈ ચેપ અથવા ઈજા હોય, તો તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

મીઠાનું પાણી :

Salt water 1

કાન સાફ કરવા માટે મીઠાનું પાણી એ એક સરળ અને સલામત પદ્ધતિ છે. ગરમ પાણીના એક કપમાં મીઠું અડધી ચમચી  મિક્સ કરો અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ કોટનબોલ  લેવાનો છે અને આ બોલને મીઠાના આ પાણીમાં ભીનું કરીને કાનના બહારના ભાગ પર હળવા હાથે લગાવવાનું છે. આ કાનની અંદરની ગંદકીને ખીલવામાં અને દૂર કરવામાં મદદ કરે છે.

વિનેગર :

vinegar 4

કાનના ચેપને રોકવા અને સાફ કરવા માટે સરકો અને આલ્કોહોલનું મિશ્રણ ઉપયોગી રેસીપી છે. સફેદ સરકો અને આલ્કોહોલ સમાન પ્રમાણમાં મિક્સ કરો. આ મિશ્રણના થોડા ટીપા કાનમાં નાખો અને થોડીવાર માથું નમેલું રાખો. આ મિશ્રણ કાનની અંદરની ગંદકીને ઢીલું કરે છે અને ચેપનું જોખમ પણ ઘટાડે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.