ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાની આક્રમક રજૂઆતને સફળતા
ઉપલેટા તાલુકામાં ભાલ કાઠા વિસ્તારમાં આવેલ ગણોદ, ભિમોરા, લાઠ, મજેડી જેવા ગામોમાં વરસાદને કારણે ભારે અતિ વૃષ્ટિ થવાપામેલ હતુ. આ સમય દરમ્યાન ધારાસભ્ય તેમજ વિવિધ વહીવટી અધિકારીઓ સ્થળ પર જઈ અસરગ્રસ્તોની મૂલાકાત લઈ ઝડપી સહાય ચૂકવવા રાજય સરકારમાં આક્રમણ રજૂઆત કરતા ગઈકાલે ગણોદમાં ૬ પશુઓ તણાઈ જવાથી મોત થતા તેના પશુપાલકોને સહાયના ચેક અપાયા હતા.
તાલુકામાં ભારે વરસાદને કારણે ભાદરકાઠાના વિસ્તારનાં ગામોમાં ભારે નુકશાની થવાપામી હતી ચાર દિવસ પહેલા ખૂદ ધારાસભ્ય લલીત વસાયા મામલતદાર સોલંકી, ટીડીઓ ડઢાણીયા વિમા કંપનીના સહિત તાલુકાની વિવિધ કચેરીના અધિકારી સહિતની ટીમ લાઠ, ભિલોરા, મજેઠી, કુઢેચ, ગણોદ ગામની મુલાકાત લઈ નુકશાની થયેલ વિસ્તારોનો સર્વે કરી તાત્કાલીક ધોરણે રાજય સરકાર અને જિલ્લા કલેકટરને ધારાસભ્યએ રજૂઆત કરેલ હતી ખાસ કરીને ખેડુતોને ભારે વરસાદને કારણે હજારો વિધા જમીનમાંપાક બરી જવાથી તાત્કાલીકવિમા કંપનીના અધિકારીઓને બોલાવી સ્થળ પર સર્વે કરાવી ખેડુતોને તાત્કાલીક વળતર મળે તેવી સૂચના આપેલ હતી.
ઉપલેટાના આક્રમણ અને લડાયક ધારાસભ્ય લલીત વસોયાની રજૂઆતને પગલે માત્ર સાત દિવસમાં ગરોદ ગામે પૂરમા તણાઈ ગયેલા ૬ ભેંસોના વળતર ટીડીઓને સૂચના આપી સ્વભંડોળમાંથી રૂપીયા એક લાખ એસી હજારના ચેક પશુપાલકો જગમાલભાઈ શાકરભાઈ ડાંગર અને ગોવિંદભાઈ શાકરભાઈ ડાંગરને અપાયા હતા આ તકે ધારાસભ્ય લલીત વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, ટીડીઓ ડઢાણીયા સાહેબ સરપંચ ભારતી બેન હુબલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.