સુરેન્દ્રનગરમાં ત્રણ, રાપર,ભચાઉ અને દુધઈમાં એક-એક આંચકો નોંધાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા વારંવાર આવી રહ્યા છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના ૬ આંચકા અનુભવાયા છે જેમાં સુરેન્દ્રનગરમાં ત્રણ, રાપર,ભચાઉ અને દુધઈમાં એક-એક આંચકો નોંધાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે ૩ વાગ્યે સુરેન્દ્રનગરથી ૧૫ કિમી૧.૭ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે, ત્યારબાદ ૫:૨૧ કલાકે ૧.૯ની તીવ્રતાનો આંચકો સુરેન્દ્રનગરથી ૩૦ કિમી દૂર સાઉથ સાઉથ વેસ્ટ ખાતે તેની ૧ કલાક બાદ ૬:૧૫ વાગ્યે સુરેન્દ્રનગરથી ૨૮ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે, રાતે ૮:૫૨ વાગ્યે કચ્છના ભચાઉથી ૧૪ કિમી દૂર ૨ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે, રાતે ૯:૧૬ વાગ્યે કચ્છના રાપરથી ૨૬ કિમી દૂર ૨.૮ની તીવ્રતાનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે અને આજે વહેલી સવારે ૫:૦૭ વાગ્યે કચ્છના દુધઈથી ૨૧ કિમી દૂર ૧.૬ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.