અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જતી બસ નાગપુરથી નાસિક જઈ રહેલી બસ સાથે અથડાતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલે ખસેડવાની કામગીરી હાથધરી
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં વહેલી સવારે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે.જેમાં છ લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા જ્યારે 21 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જતી બસ નાગપુરથી નાસિક જઈ રહેલી બસ સાથે અથડાતા અક્સ્માત સર્જાયો હતો. અક્સમાતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિગતો મુજબ મહારાષ્ટ્રનો હાઇવે જાણે કાળ મુખી બન્યો હોય તેમ અનેક અકસ્માતોની ઘટના બનવા પામી છે ત્યારે આજે વહેલી સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેથી આજે હાઇવે ફરી મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.જેમાં બુલઢાણા જિલ્લાનામલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર અકસ્માતની ઘટના બની જેમાં બે બસો સમ સામે અથડાતા છ મુસાફરોના ઘટના સ્થળે જ કમ કમાટી વળ્યા મોત નીપજ્યા હતા જ્યારે તેમાંના 21 મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ મલ્કાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસમાં જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી, જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી ત્યારે વહેલી સવારે બંને બસોની સામસામે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા બનવા પામી હોવાથી પોલીસે હાઇવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતદેહોને પીએમ અર્થે અને ઈજાગ્રસ્ત અને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.