1 થી 21 મુળી બીડ્સ તથા સ્ફટીક માળાનું અદ્ભૂત કલેક્શન

રાજકોટમાં વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા રૂદ્રલાઈફ, મુંબઈ દ્રારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. રૂદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વભરમાં 50થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં 1 થી 14 મુખી રૂદ્રાક્ષની સિધ્ધમાળા, અનન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન કલેકટર 1 થી 21 મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્ભૂત કલેકશન ઉપલબ્ધ રહેશે.

અત્યાર સુધીમાં સૌ પ્રથમ વાર રૂદ્રલાઈફ દ્વારા ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ નિમિત્તે ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી છે. આખા વર્ષમાં એક જ વાર આપણા શહેરમાં ખાસ કિંમતનો લાભ રૂદ્રલાઈફ દ્વારા અપાશે તેવી પ્રથમ પહેલ છે.રાજકોટ માં આજથી 13 જૂન સુધી 6 દિવસ માટે જ હોટેલ સેન્ટોસા, ડો. યાજ્ઞિક રોડ પાસે, રેસકોર્સ, સદર, રાજકોટમાં સવારે 10 થી રાત્રે 8 રૂદ્રાક્ષ મહોત્સવ યોજાશે.

રૂદ્રલાઈફ દ્વારા રૂદ્રાક્ષ થેરાપીના ઉપચારની પાંચ મેડીકલ પેટર્ન રજીસ્ટર્ડ કરાવવામાં આવેલી છે. નાસીક, ત્રંબકેશ્ર્વર ખાતે ભારતનું સર્વ પ્રથમ રૂદ્રાક્ષ મ્યુઝીયમ રૂદ્રલાઈફ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યુ છે. રૂદ્રાક્ષની સંપૂર્ણ માહિતીના ખજાના સમાન પુસ્તક “પાવર ઓફ રૂદ્રાક્ષ” અંગ્રેજી અને હીંદી ભાષામાં રૂદ્રલાઈફ દ્વારા રજુ કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.