બરફ, મીનરલ વોટર અને ઠંડા પીણાના ઉત્પાદકોએ પાણીનું પરીક્ષણ કરાવવું ફરજિયાત

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં આવેલી ૬ આઈસ ફેકટરીઓને નોટીસ ફટકારવામાં આવી છે. તમામને પાણીના પરીક્ષણનાં રીપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે. બરફ, મીનરલ વોટર કે ઠંડા પીણાના ઉત્પાદકોએ પાણીનું પરીક્ષણ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

1 10

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા વાવડીમાં આવેલી લાભ આઈસ ફેકટરી અને નવદુર્ગા આઈસ ફેકટરી, મોચી બજાર મેઈન રોડ ભાગ્યોદય આઈસ ફેકટરી, કુવાડવા રોડ પર ડિલકસ સિનેમા પાસે નુતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી, જિલ્લા પંચાયત ચોકમાં નાથ આઈસ ફેકટરી, લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા નવરંગપરામાં ક્રિષ્ના ફિઝીંગ આઈસ ફેકટરીને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં કલોરીશેનની માત્રા જાળવવા, હાઈજૈનિક કંડિશન જાળવવા અંગે નોટીસ ફટકારવામાં આવી છે. પ્રોડકટના કેમીકલ અને બેકટોરીયા લોજીક ટેસ્ટનો રીપોર્ટ આપવા પણ તાકીદ કરાઈ છે. શહેરમાં મીનરલ વોટર, ડ્રિંકીંગ વોટર, ઠંડા પાણીના પ્લાન્ટના વેપારીઓએ બીઆઈએસનું કામ ચલાઉ લાયસન્સ અને એફએસએસઆઈનું લાયસન્સ લેવું ફરજીયાત છે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.