રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૬૪૨ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૧૭ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે પગ વાળીને ન બેસી લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૭૮૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૬૪૨ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના ત્રિકોણ બાગ, રામનાથપરા મેઇન રોડ, ભૂતખાના ચોક અને દાણાપીઠ પાસેથી ૫ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. બેડીપરા, પેડક રોડ, સંત કબીર રોડ, કેશરે હિન્દ પુલ, નવાગામ, મોરબી રોડ જકાત નાકા અને ગાંધી સ્મૃતિ સોસાયટી પાસેથી ૧૦ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભાવનગર રોડ, ચુનારાવાડ અને ગંજીવાડા પાસેથી ૧૦ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. બોલબાલા માર્ગ, ગાયત્રીનગર અને ઢેબર રોડ પાસેથી ભક્તિનગર પોલીસે ૪ શખ્સોની ધરપકડ કરી છે. કુવાડવા ગામ પાસેથી ૧૫ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ઢોલરા પાટીયું, કોઠારિયા સોલવન્ટ, ગણેશપાર્ક, હરિદ્વાર સોસાયટી, હાઉસીંગ બોર્ડ, કનૈયા ચોક, જૂનું ગણેશનગર, ગોકુલનગર અને સંજીવની હોસ્પિટલ પાસેથી ૧૪ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. નાના મવા મેઇન રોડ, આનંદ બંગલા ચોક, ફિલ્ડ માર્શલ વાડી, ન્યુ પપૈયાવાડી, પંચશીલ મેઇન રોડ અને માયાણીનગર પાસેથી ૧૩ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. જંકશન પ્લોટ, રેલનગર, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, વિર સાવરક ટાઉન શીપ અને સિંધી સાહિત્ય ધર્મશાળા પાસેથી ૧૨ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. હનુમાન મઢી ચોક, ઘંટેશ્ર્વર, ઇન્દિરા સર્કલ, વૈશાલીનગર, માધાપર ચોકડી, એરપોર્ટ ફાટક, અલ્કાપુરી અને મોરબી બાયપાસ પાસેથી ૧૧ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. બાપા સિતારામ ચોક, પુનિતનગર મેઇન રોડ, વાવડી રોડ અને આરએમસી કવાર્ટર પાસેથી ૭ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
શિતલપાર્ક પાસેથી ૩ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૪ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૪૯૨ વાહન ડીટેઇન કર્યા છે.રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૩, જામકંડોરણા ૩, ધોરાજી ૧૮, જેતપુરમાં ૨૫, લોધિકામાં ૨, પડધરી ૭, ગોંડલમાં ૩૮, ઉપલેટામાં ૨૧, ભાયાવદરમાં ૧૨, પાટણવાવ ૨, ભાડલામાં ૬, આટકોટમાં ૯ અને શાપરમાં ૨૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં ૩૯, દેવભૂમિ દ્વારકામાં ૨૪, ગીર સોમનાથમાં ૩૩, પોરબંદર ૭૩, મોરબીમાં ૩૪, ભાવનગર ૧૬૧, સુરેન્દ્રનગર ૪૪, જૂનાગઢમાં ૧૩૪, જામનગર ૩૫, અને અમરેલી ૫૧ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૬૪૨ વાહન ડીટેઇન કર્યા છે.
શિતલ પાર્ક પાસેથી છ પરપ્રાંતીયની ધરપકડ
લોક ડાઉન-૩માં પરપ્રાંતિય શ્રમજીવીઓના ટોળે ટોળા પોતાના વતનમાં જવા માટે ઠેર ઠેર એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા તમામને તેમના વતનમાં જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે તેમ છતાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે પરપ્રાંતિયો મોટી સંખ્યામાં એકઠાં થઇ કોરોનાનો ચેપ અન્ય વ્યક્તિઓને લાગુ પડે તે રીતે ઘસી આવ્યા હોવાથી યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકર અને પી.એસ.આઇ. એમ.વી.રબારી સહિતના સ્ટાફે રામાપીર ચોકડી નજીક શાસ્ત્રીનગરમાં રહેતા ઉત્તર પ્રદેશના બુધ્ધી રામપ્રસાદ પ્રકાશ, રમેશ નરેશરામ, સુબેદાર શિવરામ ચમાર, મલ્લીક ગૌસુરવા મલ્લીક નુરહસન, વિશ્ર્વદીપ યોગેન્દ્રકુમાર અને ઇરફાન અહમંદની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
પડધરી નજીક ૧૪૦૦ ફાકી સાથે બે ઝડપાયા
લોક ડાઉનમાં તમાકુ, સિગારેટ અને ફાકીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં રાજકોટના ભગવતીપરામાં રહેતા રાજુ ચંદુ આહિર અને અલીયાબાડાના મનસુખ શિયાળ નામના શખ્સો બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે તેઓની ન્યારા ચેક પોસ્ટ પર તલાસી લેતા તેમની પાસેથી ૧૪૦૦ ફાકી મળી આવતા પોલીસે ફાકી અને બાઇક મળી ૨૯ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
જ્યારે રાજકોટના નંદા હોલ પાસે રહેતા કલ્પેશ માધવજી ખૂંટ અને દીપ જ્યોતી પાર્કના ભાવેશ રવજી સાવલીયા નામના શખ્સોને બાપા સિતારામ ચોક પાસેથી પાન પરાગ મસાલાના જથ્થા સાથે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. ડામોરે ધરપકડ કરી છે.