રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૭૨૭ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૧૭ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે લોક ડાઉનનો ભંગ કરી રખડવા નીકળેલા સૌરાષ્ટ્રના ૭૭૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, ‚રલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૭૨૭ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના કરણસિંહજી હાઇસ્કૂલ, રામનાથપરા, સાંગણવા ચોક અને ત્રિકોણ બાગ પાસેથી ૪ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. બેડી ચોકડી, મોરબી રોડ જકાત નાકા, મોરબી રોડ ઓવર બ્રીજ અને સંત કબીર રોડ પાસેથી ૭ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ, રામનાથપરા મેઇન રોડ, આજી ડેમ પુલ, ભાવનગર રોડ, આજી જીઆઇડીસી, નવા થોરાળા અને અમુલ સર્કલ ચોકપાસેથી ૧૭ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. ‚ડા ટ્રાન્સપોર્ટનગર, બેડી ગામ અને સોખડા પાસેથી ૧૨ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. રણુજા મંદિર, કોઠારિયા ચોકડી, સાંઇ બાબા સર્કલ, શિવધામ સોસાયટી, ઢોલરા પાટીયું, આસોપાલવ સોસાયટી અને કોઠારિયા રોડ પાસેથી ૧૭ શખ્સોની આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. આનંદ બંગલા ચોક, લોધેશ્ર્વર સોસાયટી, ખીજડાવાળો મેઇન રોડ, માયાણીનગર, ગોકુલધામ, ખોડીયારનગર, ચંદ્રેશનગર, માયાણીનગર, મવડી ચોકડી, ઉત્કર્ષ સોસાયટી, સહયોગ હોસ્પિટલ અને સ્વામીનારાયણ ચોક પાસેથી ૨૯ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપક છે. રેલનગર, લોક માન્ય ટાઉનશીપ, અવધ પાર્ક અને પરસાણાનગર પાસેથી ૬ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. એરપોર્ટ ફાટક, રામાપીર ચોકડી, બ્રહ્મ સમાજ ચોક, કનૈયા ચોક, ઇન્દિરા સર્કલ, હનુમાન મઢી ચોક, ઘંટેશ્ર્વર ચોક, નાણાવટી ચોક અને સાંઢીયા પુલ પાસેથી ૧૮ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. મટુકી હોટલ, વાવડી ચોકી, મહાત્મા ગાંધી સ્કૂલ અને નાના મવા રોડ પાસેથી ૭ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક, સાધુવાસવાણી રોડ અને ગોપાલ ચોક પાસેથી ૪ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૬ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૫૫૩ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૭, લોધિકા ૮, ધોરાજીમાં ૧૮, જામકંડોરણા ૮, જેતપુરમાં ૧૭, પડધરી ૪, ગોંડલમાં ૪૩, ઉપલેટામાં ૧૯, ભાયાવદરમાં ૧૩, પાટણવાવ ૫, જસદણમાં ૧, વિછીંયા ૮, ભાડલામાં ૯, આટકોટમાં ૮ અને શાપરમાં ૨૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૪૫, દેવભૂમિ દ્વારકામાં ૨૮, ગીર સોમનાથમાં ૪૧, પોરબંદર ૪૮, મોરબીમાં ૨૭, ભાવનગર ૧૬૨, સુરેન્દ્રનગર ૩૫, જૂનાગઢમાં ૧૫૪, જામનગર ૩૪, અને અમરેલી ૯૧ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૭૪૮ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.