પરિણામના ત્રણ દિવસ સુધી ચૂપ ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશાળ રોડ શો બાદ ખૂલાસા આપવા પડયા

દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે ગઈકાલે સુરતમાં કરેલા રોડ શોમાં માનવ મેદની ઉમટી પડી હતી લોકો સ્વયંભૂ કેજરીવાલના રોડ શોમાં ઉમટી પડયા હતા. રોડ શોનો નજારો નિહાળી જાણે રાજયમાં સતાધારી પક્ષ ભાજપ ફાટી પડયું હોય તેવું લાગી રહ્યું છે. કેજરીવાલને ગુજરાતમાં પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. છતાં ભાજપની ટંગડી હજીઉંચી જ છે. ભાજપના પ્રદેશ મીડીયા ક્ધવીનર ડો. યજ્ઞેશ દવેએ એવો દાવો કર્યો છે કે રાજયની છ મહાપાલિકાઓમાં આપના ૩૬૮ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી છે. સુરતમાં પણ આપના વિજેતા બનેલા ૨૭ ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવરોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.

ભાજપના મીડીયા ક્ધવીનરનાં જણાવ્યાનુસાર રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર એમ છ મહાપાલિકાના ચૂંટણી પરિણામ બાદ હાલ આમ આદમી પાર્ટી પોતાના વિજયની ઉજવણી કરી રહી છે. પરંતુ પરિણામ પર નજર કરવામાં આવે તો રાજયની છ મહાપાલિકાઓમાં આપના ૩૬૮ ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

સુરતમાં આપના ૬૫ ઉમેદવારો, વડોદરામાં આપના ૪૧ ઉમેદવારો, ભાવનગરમાં આપના ૩૯ ઉમેદવારો, અમદાવાદમાં આપના ૧૫૫ ઉમેદવારો અને રાજકોટમાં ભાજપના ૬૮ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવા પામી છે. જેનો સિધો મતલબ છે કે રાજયની છ મહાપાલિકામાં આપના ૩૬૮ ઉમેદવારોને કુલ મતના ૧૦ ટકા મતો પણ મળ્યા નથી સુરતની ૨૭ બેઠકો જયાં આપના ઉમેદવારો વિજેતા બન્યા છે. તેના સિવાય તમામે ડિપોઝીટ ગુમાવી છે. જે રીતે મહાપાલિકામાં ભાજપનો જાજરમાન વિજય થયો છે. તે રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ જીતશે.

ચૂંટણી પરિણામોનાં ત્રણ દિવસ સુધી ચૂપ રહેનારા ભાજપના પ્રદેશ મીડીયા ક્ધવીનર યજ્ઞેશ દવેએ ગઈકાલે સુરતમા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ-શોને મળેલા પ્રચંડ જન સમર્થન બાદ આંકડા જાહેર કરવાની ફરજ પડી છે. આપને રાજયમાં મળી રહેલા સમર્થનથી ભાજપ ફાટી પડયું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.