નેપાળમાં ભૂકંપની તબાહી બાદ હવે ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રૂજી છે. ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ઈન્ડોનેશિયામાં બે વાર ધરતી ધ્રૂજી ગઈ છે, જેના કારણે લોકો ડરી ગયા છે. હાલમાં, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
જોરદાર ભૂકંપ બાદ 5.1ની તિવ્રતાના આફ્ટર શોક પણ અનુભવાયા, સૌમલાકી શહેર હચમચી ગયું : હાલ સુધી કોઈ જાનહાની જાહેર થઈ નથી
અહેવાલ અનુસાર, આજે પૂર્વી ઇન્ડોનેશિયામાં ઓછી વસ્તીવાળા ટાપુઓને શક્તિશાળી ધરતીકંપની શ્રેણીએ હચમચાવી નાખ્યા હતા. જો કે, નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. વાસ્તવમાં, યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે મલુકુ પ્રાંતના તટીય શહેર તુઆલથી 341 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
યુએસજીએસએ જણાવ્યું કે આ પછી તે જ વિસ્તારમાં 6.9ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો અને 5.1ની તીવ્રતાના બે આફ્ટરશોક અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ સંભવિત આફ્ટરશોક્સની ચેતવણી આપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ઈન્ડોનેશિયાના સ્થાનિક સમય અનુસાર ભૂકંપના તીવ્ર આંચકા સવારે 10.23 વાગ્યે બાંદા સમુદ્રમાં અનુભવાયા હતા. આ ભૂકંપને લીધે સૌમલાકી શહેર હચમચી ગયું હતું.