પપુઆ ન્યુ ગીનીયા વિશ્ર્વનો સૌથી ગરીબ દેશોનો એક, એક મહિના પહેલા જ ભુકંપમાં ૧૦૦ લોકો માર્યા ગયા હતા, હજુ સુનામીની આગાહી
પપુઆ ન્યુ ગીનીના દક્ષિણી દરીયાઈ વિસ્તારના બ્રિટેન આઈલેન્ડમાં શુક્રવારે ૬.૯ની તીવ્રતાનો ભુકંપ આવતા સુનામીની ચેતવણી અપાઈ છે. જોકે ભુકંપથી કોઈપણ જાતનું નુકસાન થયુ નથી. દેશના દરીયાઈ માર્ગના ૩૦૦ કિ.મી. સુધીમાં ન જવા માછીમારોને પેસિફિક સુનામી વોર્નીંગ સેન્ટર દ્વારા સુચના દેવામાં આવી છે. સરકારી એજન્સીઓ દરીયાઈ વિસ્તારના રહેણાંકોને ખાલી કરવાની સુચના આપી દેવાઈ છે.
વિસ્તાર નજીકના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓથોરીટીનું કહેવું છે કે, તેનાથી ઓસ્ટ્રેલિયન કોસ્ટગાર્ડના ભુકંપને કોઈ પ્રકારનો સંબંધ નથી. પપુઆ ન્યુ ગીનીયા વિશ્ર્વનું સૌથી ગરીબ દેશ છે.
જેમાં મહિના પહેલા જ ૭.૫ની તીવ્રતાનો ભુકંપ આવતા ૧૦૦ લોકોના મૃત્યુ થયા હતા અને ભુસ્ખલને ગામડાઓને દાંટી દીધા હતા ત્યારે સુનામીની આગાહીથી દેશ ચિંતિત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,