શ્વાસોશ્વાસ અને આંતરડામાં સંક્રમણથી 75% લોકોના મૃત્યુ
વર્ષ 2019માં પાંચ પ્રકારના બેકટેરિયાના કારણે દેશમાં 6.8 લાખ લોકોએ જાન ગીમાવવાનો વારો આવ્યો છે.
બાન્સેટમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલ પ્રમાણે ઈ-કોલી, એસ.પી.ન્યુમોરિયો, કે.પીન્યુમોનિયા, એસ.ઓરસ, અને એ.બઉમાની નામના આ પાંચ બેકટેરિયાના કારણે ભારતમાં આશરે 6.8 લાખ લોકોના મૃત્યુ થયા છે.
લાન્સેટનો આ રિપોર્ટ બેકટેરિયાના કારણે જેમના મૃત્યુ થયા હોય તેના સંશોધનના આધારે તૈયાર કરાયો છે. આ રિપોર્ટ પ્રમાણે ઈકોલી બેકટેરિયાની અસરથી વર્ષ 2019માં 1.6 લાખ, એસ.પીન્યુમિનરીયાના કારણે 1.4 લાખ, કે.પીન્યુમોનિયાના કારણે 1.3 લાખ, એસ.ઓરિયસના કારણે 1.2 લાખ અને એ.બઉમન્ની બેકટેરિયાના કારણે 1.1 લાખ લોકોના મૃત્યુ થયા હતા.
શ્વાસોશ્વાસ, રકતપ્રવાહમાં સંક્રમણ અને આંતરડામાા સંક્રમણ વિગેરે બીમારીના કારણે કુલ મૃત્યુના 75 ટકા લોકોના મૃત્યુ થયા હોવાનું પણ આ રિપોર્ટના આધારે તારણ નિકળ્યું છે. મૃત્યુ પામનારાઓમાં 94 હજાર એવા લોકો છે જે પુખ્તવયના હતા અને એસ.ઓરીયસ નામના બેકટેરીયાથી થયા હતા. જયારે 5 થી 14 વર્ષનાં બાળકોનાં મૃત્યુ સાલમોનેલા નામના બેકટેરિયાથી થયા હતા.