શનિવારે વહેલી સવારે અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી ઉંડે હતું. ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ હોવાના હાલ અહેવાલ નથી. ચીનના કબજાવાળા તિબેટનો એક મોટો હિસ્સો આ ભૂકંપની ઝપટમાં આવી ગયો છે. ચાલુ વર્ષેની શરૂઆતમાં પણ આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. 4 જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપનું કેન્દ્ર કુરંગ કુમેય જિલ્લામાં હતું.

કેટલા વાગે આવ્યો ભૂકંપ

ભૂકંપનો આંચકો સવારે 4.14 કલાકે આવ્યો હતો. ભૂકંપના કેન્દ્રથી ભારત સૌથી નજીકનું સ્થાન છે. કેટલું નુકસાન થયું તેની જાણકારી મળી શકી નથી. ચીનના જે વિસ્તારમાં ભૂકંપનો સૌથી વધારે પ્રભાવ છે ત્યાં લોકો ખૂબ ઓછી સંખ્યામાં રહે છે.

ભૂકંપના કેન્દ્રથી કેટલું છે આ શહેરોનું અંતર

ભૂકંપનું કેન્દ્ર અલોંગથી 185 કિલોમીટર, ફાસીઘાટથી 200 કિલોમીટર, તેજુથી 244 કિલોમીટર અને ઇટાનગરથી 330 કિલોમીટર દૂર હતું. આ તમામ શહેરો અરૂણાચલ પ્રદેશના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.