ટોપ થ્રીમાં સ્થાન મેળવી દીવની વિદ્યાર્થિનીઓએ બાજી મારી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ દીવનો કુલ પરિણામ ૭૫.૮૦% આવેલું. સંઘપ્રદેશના ત્રણે જિલ્લામાંથી સૌથી વધુ પરિણામ દીવ જિલ્લાનું ૮૯.૬% આવતા આ વખતે પણ ધોરણ ૧૨ના પરિણામમાં દીવનો દબદબો રહ્યો.
સમગ્ર ગુજરાત બોર્ડના જિલ્લા પૈકી સૌથી વધુ પરિણામ દીવ જિલ્લાનું નોંધાયુ છે બીજા સ્થાને પાટણ જિલ્લાનું સમાવેશ થાય છે જેમાં ૮૩.૬૫% પરિણામ આવ્યું છે આ વર્ષે ધોરણ ૧૨ આર્ટસ અને કોમર્સની પરીક્ષાનું પરિણામ દીવની વિદ્યાર્થીનીઓમાં અરૂણા એ ૮૩ ટકા ગુણો પ્રાપ્ત કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જ્યારે બીજા અને ત્રીજા નંબર પર વિદ્યાર્થિનીઓએ જ કબજો મેળવતા ટોપ થ્રીમાં વિદ્યાર્થીનીઓનો દબદબો રહ્યો છે.
સામાન્ય પ્રવાહના પરીક્ષાના પરિણામમાં ૩ વિદ્યાર્થિનીઓએ ટોપ ૩માં સ્થાન મેળવી વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. દીવ જિલ્લાનું ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ ૭૧.૫૬ ટકા અને આર્ટસનું ૯૦.૪ ૭૩ ટકા પરિણામ આવ્યું છે દીવનો ઓવરઑલ પરિણામ ૮૯.૬ ટકા રહ્યું છે દીવ વણાકબારા આર્ટસ અને કોમર્સમાં ગર્લ્સ વિદ્યાલય નું પરિણામ સૌથી વધુ ૯૮ ટકા આવ્યું છે દીવમાં સૌથી ઓછું પરિણામ દિવ સરકારી વિદ્યાલયનું ૭૭.૫૫ ટકા આવ્યું છે આમ દીવમાં કુલ ૩૮૨ વિદ્યાર્થીઓએ આર્ટસ અને કોમર્સની પરીક્ષા આપી હતી જેમાં ૩૪૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ૪૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા.