ર૫ હજાર પાટીદારો દૂધ-પૈવાની લિજ્જત માણશે: સિદસરના નવ નિયુક્ત હોદ્દેદારોનું સન્માન
રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા. ૧૩ને રવિવારે ૧૬મો શરદોત્સવ યોજાશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં ઉમિયાધામ સિદસરના નવ નિયુક્ત હોદેદારો તેમજ ઉંઝા ખાતે યોજાનારા લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાનનું સન્માન કરવામાં આવશે. તેમજ પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના સ્મરણાર્થે આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ યોજાશે.
રાજકોટના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે તા. ૧૩ ઓકટોમ્બર રવિવાર રાત્રીના સાડા આઠ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે રપ,૦૦૦ કડવા પાટીદાર પિરવારો એક્ સાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પટેલ સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, તેમજ દિપ પ્રાગટય પાટીદાર શ્રેષ્ઠી બાનલેબના મૌલેશભાઈ ઉકાણી, નંદલાલભાઈ માંડવીયા, ચંદ્રકાન્તભાઈ પટેલ, વલભભાઈ વડાલીયા, મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, કે.બી.વાછાણી, ચંદુભાઈ સંતોકી, ડો. આનંદ જસાણી, માધવજીભાઈ નાદપરા, પ્રવીણભાઈ ગરાળાના હસ્તે થશે. ઉમિયા માતાજી મંદિર સિદસરના પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ તથા પી.એમ. ડીઝલ્સના પોપટભાઈ એન. પટેલ ઉપસ્થિત રહી આર્શીવચન આપશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ એવા સ્વ.છગનભાઈ કણસાગરા, સ્વ. લમણભાઈ માંડવીયા, સ્વ. કરમણભાઈ ગોવાણી, સ્વ. મેધજીભાઈ પટેલ સ્વ. મોહનભાઈ ભાલોડીયાના સ્મરણાર્થે ફીડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં દાતાઓના પિરવાર તથા કેતનભાઈ ધુલેશીયા ઉપસ્થિત રહેશે.
ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગુ્રપ આયોજીત આ શરદોત્સમાં શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના નવા વરાયેલા પ્રમુખ તરીકે જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તથા ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરાનું બહુમાન કરવામાં આવશે. છેલ્લા ૧૮ વર્ષથી કડવા પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે સંપ-સેવા અને સહકારની ભાવનાથી વિવિધ પ્રવૃતી કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગુ્રપના પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડિયા, અરવિંદભાઈ જીવાણીએ જણાવ્યુ છે કે કડવા પાટીદાર સમાજ માટે આગામી તા. ૧૩ ઓકટોમ્બર રવિવારેે યોજાનારા ૧૬માં શરદોત્સવ માટે કોઈપણ જાતના પાસ કે ટીકીટ વિના પાટીદાર પિરવારો સામુહીક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવુ આયોજન કરાયુ છે. આ શરદોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી આશાબેન વૈશ્ર્નવ એન્ડ પાર્ટી તથા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા સાંસ્કૃતીક તેમજ હાસ્યરસની રંગત જામશે. અંદાજે ૩૦૦૦૦ થી વધુ જન મેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પૌવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શરદોત્સવના દુધ પૌવાના દાતા તરીકે ગં.સ્વ. લાભુબેન કરમણભાઈ ગોવાણી, મહેશભાઈ કરમણભાઈ ગોવાણી, શૈલેષભાઈ કરમણભાઈ ગોવાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો પો. જે.એમ.પનારા, જેન્તીભાઈ મારડીયા, સન્નીભાઈ ખાંટ, સી.એન.:વીયા, નટવરલાલ મક્વાણા, મનસુખભાઈ ભેંસદડીયા, જયેન્દ્ર ઝારસાણીયા, હિમાંશુ વડાલીયા, મહાદેવભાઈ સાણંદીયા, મકનલાલ મેધપરા, દિનેશભાઈ ચાપાણી, પ્રવીણભાઈ મણવર, અમુભાઈ કણસાગરા, અશ્ર્વિનકુમાર કાલરીયા, કીરીટભાઈ બુટાણી, કેયુર કણસાગરા,કલ્પેશભાઈ અધેરા, ભરતભાઈ દેપાણી, મહેન્દ્રભાઈ કાસુન્દ્રા, ચતુરભાઈ ભીમાણી, નિલેશભાઈ શેખાત, દિલીપભાઈ કંટારીયા, રજનીભાઈ ગોલ, જયેશભાઈ પેશીવાડીયા, મેપાભાઈ કણસાગરા, પરીનભાઈ દલસાણીયા, ચંદુભાઈ ગોવાણી, જયેશભાઈ કણસાગરા, પીયુષ સીતાપરા, હરસમુખભાઈ ચાંગેલા, પ્રવિણભાઈ કગથરા, પ્રકાશ ધેટીયા, પંકજ ફુલતરીયા, સનતભાઈ બાણુગરીયા, પંકજ સીતાપરા, પીયુુશ કાલાવડીયા, અશ્ર્વિનભાઈ ડેડકીયા, જમનભાઈ આલોદરીયા, આકાશ બકોરી, કે.વી. પબાણી, મગનભાઈ ખીરસરીયા, ધનરાજ શીરા, કેતન ભુત, કિશોરભાઈ દેત્રોજા, પરેશભાઈ માણાવદરીયા, અતુલ ધીંગાણી, પોપટભાઈ ભાલોડી, જીગ્નેશ વિરોજા, પારસ માકડીયા, રેનીશ શોભાણા, ધીરજભાઈ ભલાણી, મગનભાઈ કોરડીયા, અશ્ર્વિનભાઈ કાંજીયા, વિનુભાઈ ઈસોટીયા, હસમુખભાઈ કાનાણી, રસિક વેકરીયા, અરવિંદ વડાલીયા, વિનોદ લાલકીયા, યોગેશ કાલરીયા, નયન વાછાણી, રમેશભાઈ કણસાગરા, ભગવાનજીભાઈ કાનાણી, નાગજીભાઈ ડઢાણીયા, યોગેશભાઈ કાલરીયા, રાજુભાઈ મણવર, રસીકભાઈ દલસાણીયા એ જહેમત ઉઠાવી રહયા છે.