નોકીયા, એરીકશન, સેમસંગ, સીસકો જેવી કંપનીઓને મળશે લાભો

ભારત દેશમાં ૫-જી ટ્રાયલને લઈ વરિષ્ઠ સરકારી અધિકારીઓ દ્વારા ચીનની કંપનીને ૫-જી ટ્રાયલમાં પરવાનગી આપવાનો વિરોધ દર્શાવ્યો છે. જેમાં સલામતીનું કારણ મુખ્ય હોવાનું પણ માનવામાં આવે છે. ચાઈનીઝ ટેલીકોમ કંપની પીપલ્સ લિબ્રેશન આર્મી અને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સૌથી નજીક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જે માટે પ્રિન્સીપલ સલાહકાર કે વિજય રાઘવન કે તેઓ ૫જી કમિટીનાં અધ્યક્ષ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેઓએ પણ જણાવતાં કહ્યું હતું કે, ૫-જી ટેકનોલોજીનું ટ્રાયલ ખુબ જ નજીકનાં સમયમાં શરૂ થશે. માત્રને માત્ર ચાઈનીઝ કંપનીઓને જ આ ટ્રાયલમાંથી દુર રાખવામાં આવશે.

ચાઈનાની ટેલીકોમ કંપની સાથે ૫-જીને લઈ કોઈપણ કાર્ય કરવા પહેલા તેનાં હકારાત્મક અને નકારાત્મક પાસા વિશે માહિતી પ્રાપ્ત કરવાની રહેશે. આ તકે વિજય રાઘવને જણાવ્યું હતું કે, ૫-જી ટેલીકોમ કંપની ૧૩મી જુનનાં યોજાય હતી અને ટ્રાયલ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જે અંગે ૫-જી ટ્રાયલ માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ ઈન્ટેલીજન્સ બ્યુરો, મીનીસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સ, ગૃહ વિભાગ, ટેલીકોમ તથા આઈટી વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો મંતવ્ય પણ લીધો હતો. આ તકે સરકારનાં વરિષ્ઠ વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચાઈનીઝ કંપની હ્યુવાઈને ૫-જી ટ્રાયલમાં સ્થાન ન આપવા માટે રજુઆત કરી હતી.

આ તકે ચાઈનાની હ્યુવાઈ કંપનીને બેઈજીંગનો સાથ સહકાર મળી રહ્યો છે જેથી કંપનીનાં ઉચ્ચ અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, ભારતમાં જે ૫-જી ટ્રાયલ થવા જઈ રહ્યું છે જેમાં ભારત માટે જો કોઈ સારો વિકલ્પ હોય તો તે હ્યુવાઈનો રહેશે અને ભારત દેશ તરફથી જે આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે તેને નાબુદ કરવામાં આવશે. આ તકે હ્યુવાઈ કે જે ભારતમાં ૫-જી ટ્રાયલ માટે ભાગીદાર થવા માટે જે મહેનત કરી રહ્યું છે તે જોતાં એ વાત પણ સામે આવે છે કે, હાલ જે રીતે અમેરિકા અને ચાઈના વચ્ચેનો જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેમાં પણ અમેરિકા દ્વારા ચાઈનીઝ કંપનીને બરતરફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે હવે ભારત પણ એજ રસ્તે ચાલી રહ્યું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.  આ તકે ૫-જી ટ્રાયલ માટે ગ્લોબલ કોમ્પીટીટર નોકીયા, એરીકશન, સેમસંગ અને સિસકોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.