5Gની સ્પીડમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને કોલકાતાનું ઇડન ગાર્ડન સ્ટેડિયમ ટોચ પર!!

કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ 5જી ઉપલબ્ધતા અને ડાઉનલોડ સ્પીડ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના સ્થળોની યાદીમાં ટોચ પર છે, જ્યારે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 5જી નેટવર્ક પર શ્રેષ્ઠ વીડિયો સ્ટ્રીમિંગનો અનુભવ આપ્યો છે તેવું ડેટા અને ઈન્સાઈટ્સ પ્રદાતા ઓપનસિગ્નલના અહેવાલમાં જણાવાયું છે.

આ વર્ષની આઈપીએલ માટેના 12 સ્થળોમાંથી 11માં 5જી કવરેજ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્રેષ્ઠ 5જી અપલોડ સ્પીડ હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ વાનખેડેના મુલાકાતીઓ પાસે 5જી પર શ્રેષ્ઠ મલ્ટિપ્લેયર ગેમિંગનો અનુભવ હતો.ભારતનું સૌથી જૂનું અને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક ઈડન ગાર્ડન્સ (કોલકાતા) સરેરાશ 380.4 એમબીપીએસ સાથે 5G ડાઉનલોડ સ્પીડ માટે ટોચ પર છે. દરમિયાન વધુ ચાર સ્ટેડિયમમાં વપરાશકર્તાઓએ 5જી ડાઉનલોડ સ્પીડમાં વધારો કર્યો છે જે સરેરાશ 300 એમબીપીએસથી વધુ છે, તેવું ઓપનસિગ્નલે તેના અહેવાલમાં જણાવ્યું હતું.જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (360.2 એમબીપીએસ), દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ (341.8 એમબીપીએસ), હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (336.5 એમબીપીએસ) અને ચેન્નાઈનું ચિદમ્બરમ સ્ટેડિયમ (322.9 એમબીપીએસ) સામેલ છે.તમામ 12 સ્થળો પરની એકંદર ડાઉનલોડ સ્પીડ 17.2 એમબીપીએસથી 43.9 એમબીપીએસ સુધીની છે જેમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ચાર્ટમાં ટોચ પર છે (43.9 એમબીપીએસ) ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 40.9 એમબીપીએસની એકંદર ડાઉનલોડ સ્પીડ સાથે છે.વિશ્લેષણમાં આ વર્ષે 1 ફેબ્રુઆરીથી 1 મે વચ્ચે સ્ટેડિયમના ભૌગોલિક કો-ઓર્ડિનેટ્સના 1500 મીટરની અંદર એકત્રિત કરવામાં આવેલા ડેટાનો સમાવેશ થાય છે.જ્યારે એકંદરે મોબાઇલ અપલોડની ઝડપ અને 5જીની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ યાદીમાં ટોચ પર છે. સમગ્ર સ્ટેડિયમમાં સરેરાશ 5જી અપલોડ ઝડપ ચંદીગઢના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 16.8  એમબીપીએસથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25.9 એમબીપીએસ સુધીની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.