જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
ગાંધીનું ગુજરાત સ્વાસ્થ્ય, શિક્ષા, કૃષિ, સ્વચ્છતામાં પણ અગ્રક્રમ ધરાવે છે
સાલ ૧૯૬૦માં મહારાષ્ટ્રથી જુદાં પડેલા ગુજરાત રાજયને આજે પ૯ વર્ષ પુરાં થયાં છે. ગુજરાત રાજયની બૃહદ મુંબઇમાંથી જુદુ પાડવા માટે મહાગુજરાત આંદોલન ચલાવવામાં આવેલ આ આંદોલનના મુખ્ય નેતાઓમાં ઇન્દુલાલ યાજ્ઞીકની મુખ્ય સહયોગ હતો ગુજરાત રાજય જયાર અલગ પડયું ત્યારે તેનું ઉદધાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવેલ. વિસ્તારની દ્રષ્ટિએ સામતો ક્રમ અને ૧૬૦૦ કી.મી.નો લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત દેશમાં બિઝનેસ ક્ષેત્રે શ્રેષ્ઠ છે. આ ઉ૫રાંત કૃષિમાં મુખ્ય પાકોમાં મગફળી અને કપાસનો સમાવેશ થાય છે.
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત પર્યટનમાં પણ વિશેષતા ધરાવે છે. કચ્છના રણથી સાપુતારાની પહાડિઓ સુધીનું પ્રાકૃતિક સૌદર્ય, ગીરનું જંગલ, એશિયાટીક સિંહોનું એક માત્ર ઘર છે. નર્મદા બંધના કિનારે દુનિયાની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની શાન છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓની જન્મ ભૂમિ છે.ગુજરાતનો સૌથી મોટો બંધ નર્મદા સરોવર છે. રાજયની સુવર્ણ જયંતિ વર્ષ ૨૦૧૧માં મનાવવામાં આવેલ આ વર્ષે ચુંટણી આચારસંહિતાથી ગુજરાત સ્થાપ્ના દિનની મોટે પાયે ઉજવણી કરવામાં આવી છે. અનેક વિધ વિશેષતાઓ ધરાવતું ગુજરાત દેશ-વિદેશમાં પ્રચલિત બન્યું છે.
વડાપ્રધાન મોદીએ ટવીટ કરી ગુજરાતવાસીઓને સ્થાપના દિનની પાઠવી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના વતન એવા ગુજરાતના સ્થાપના દિન ગુજરાતવાસીઓને ટવીટ કરી શુભકામનાઓ પાઠવી છે. આજે ૫૯મો સ્થાપનાદિન હોય આટલા વર્ષોમાં ગુજરાતે દેશ-દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે જે તે સમયે સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી પદે રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની આગવી વિશેષતાઓ માટે ગૌરવ અનુભવે છે. દેશના નકશામાં ઉભરી આવેલું ગુજરાત આજે શિક્ષણ, કૃષિ, સ્વાસ્થ્યમાં અતિવિકસીત થયું છે.