ડાયાબીટીસથી પીડાતા બાળકોને મોટીવેટ કરવા ક્રિકેટર જયદેવ ઉનડકટ સહિત તબીબો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

શહેરમાં ડાયાબીટીસથી પિડાતા બાળકો અને તેમના વાલીઓ માટે સતત કાર્યરત રહેતા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ૫૯માં ચેકઅપ કેમ્પનું આયોજન ગોડલ રોડ પર આવેલા ધર્મજીવનદાસજી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. બે દિવસીય ચેક અપ કેમ્પમાં અંદાજીત ૫૦૦ થી ૬૦૦ જેટલા બાળકોની નિ:શુલ્ક તપાસ તેમજ જરૂરીયાતમંદ બાળકો માટે રાહતદરે સારવાર પણ જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેન છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે તા.૧૪ અને ૧૫ જુલાઈ બે દિવસીય ચેકઅપ કેમ્પનું આયોજન ધર્મજીવનદાસજી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં આ નિમિતે રાજકોટના રાધા રમણ સ્વામી અને વિવેક સ્વામી સાથે ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ ઉપસ્થિત રહી બાળકોને તથા તેમના વાલીઓને ડાયાબીટીસ સામે લડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

59th-check-up-camp-organized-by-juvenile-diabetes-foundation
59th-check-up-camp-organized-by-juvenile-diabetes-foundation

કેમ્પમાં ૫૦૦થી વધુ ડાયાબીટીશના બાળ દર્દીઓની તપાસ અને સારવાર: અપુલભાઈ દોશી

59th-check-up-camp-organized-by-juvenile-diabetes-foundation
59th-check-up-camp-organized-by-juvenile-diabetes-foundation

અબતક સાથેની વાતચીત દરમિયાન જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ જણાવ્યું હતુ કે આજરોજ જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને ૧૫ વર્ષ પૂર્ણ થયા હોય તેની ઉજવણી નિમિતે બે દિવસીય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે ૫૦૦થી ૬૦૦ જેટલા બાળકોની તબીબો દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની જરૂરી સારવાર પણ કરવામાં આવશે. જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. સંસ્થાની શરૂઆત પાછળનો માત્ર એજ હેતુ છે મારા પુત્રને ડાયાબીટીસ હોવાથી બાળકોમાં તેના પ્રમાણ પર કાબુ મેળવવા અને વાલીઓમાં પ્રેરણા આપવા માટે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ડાયાબીટીસથી પીડાતા બાળકો અને તેમના વાલીઓને સારવાર સાથે જરૂરી સૂચનો પણ તબીબો દ્વારા આપવામાં આવે છે. સંસ્થા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી બાળકોમાં વધતા જતા ડાયાબીટીસના પ્રમાણને નિવારવા અને તેમના ઉત્સાહ વધારવા માટે સતત કાર્યશીલ રહે છે. અને વર્ષમાં ત્રણ કે ચાર ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. સાથોસાથ ગૂરૂકુળની ધર્મજીવનદાસજી હોસ્પિટલનો પણ આભાર વ્યકત કરૂ છું કે આ તકે બે દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ કાર્યકર્તાઓ સંસ્થા સાથે જોડાયેલા રહે છે. સંસ્થા સાથે જોડાયેલ ડો. નિલેષ દેત્રોજા, ડો. પંકજ પટેલ અને ડો. ઝલક ઉપાધ્યાય સાથેની પૂરી ટીમ બાળકોની સેવામાં હાજર છે. સાથોસાથ બાળકો માટે પીકનીક અને જાદુનો શો જેવા એન્ટરટેઈનમેટ કાર્યક્રમો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બાળકને ડાયાબીટીસ ડિરેકટ થાય ત્યારે પરિવાર ચિંતિત રહે છે. તેની સારવાર સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખવું પડે છે. જેમાં બાળકોને ડાયાબીટીસ સામે લડવાથી પ્રોત્સાહિત કરવું ખૂબજ અધરૂ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.