- તમામ શતાયુ મતદારો અવશ્ય મતદાન કરી સૌને પ્રેરણા પુરી પાડે તેવા ચૂંટણી તંત્રના પ્રયાસો
- સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લાઓમાં સો વર્ષથી વધુ વય ધરાવતા 3866 મતદારો
- સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 628 અને સૌથી ઓછા 109 મતદાતાઓ પોરબંદર જિલ્લાના
રાજકોટ જિલ્લામાં 597 મતદારો 100થી વધુ ઉંમરના છે. આ તમામ શતાયુ મતદારો અવશ્ય મતદાન કરી સૌને પ્રેરણા પુરી પાડે તેવા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં સો વર્ષથી વધુ વય ધરાવતા કુલ 10,357 મતદાતાઓ નોંધાયેલા છે. જે પૈકી સૌરાષ્ટ્ર અને કચ્છ એમ બાર જિલ્લાઓમાં 3866 મતદારો છે. આ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે.
સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં 628 શતાયુ મતદારો, રાજકોટ-547, કચ્છ 444, જુનાગઢ-395,અમરેલી-372,જામનગર-298,ગીર-સોમનાથ-278,સુરેન્દ્રનગર-278,મોરબી-175, દેવભૂમિ દ્વારકા- 174,બોટાદ-168 અને પોરબંદર જિલ્લામાં 109 મતદારો સો વર્ષની આયુ ધરાવતા મતદારો છે. આમ જોઇએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 628 મતદાતાઓ છે. જયારે સૌથી ઓછા-મતદારો પોરબંદર જિલ્લામાં 109 મતદારો છે.