સુપ્રીમ કોર્ટમાં 58669 કેસ અને દેશની વિવિધ હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પેન્ડિંગ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ માહિતી આપી હતી.
સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી ઈન્ફોર્મેશન મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં પરિમલ નથવાણીને જવાબ આપતા જણાવ્યું હતું કે, હાલ દેશની સુપ્રીમ કોર્ટમાં કુલ 58,669 કેસો અને હાઈકોર્ટમાં 43.55 લાખ કેસો પેન્ડિંગ છે.
હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોમાંથી અંદાજે 8.35 લાખ કેસો 10 વર્ષ કરતા પણ વધારે સમયથી પેન્ડિંગ છે. આ ઉપરાંત 8.44 લાખ કેસો 5થી 10 વર્ષ જેટલા સમયથી પેન્ડિંગ છે.