• પોલીસે બે સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો
  • પોલીસે કુલ રૂપિયા 8,30,750નો મુદ્દામાલ કર્યો કબ્જે

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર થી અમદાવાદ રોડ પર એસઓજીએ હિમાચલ થી સુરત જઈ રહેલ બોલેરો માંથી 1.16 લાખના 583.25 ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપ્યો હતો. અને SOG ટીમે બોલેરોના માલિકને ઝડપી લઈને સેમસંગનો એક મોબાઈલ રૂ 10 હજાર, બોલેરો ગાડી રૂ.7 લાખ,રોકડા રૂ.4100 મળીને રૂ 8,30,750નો મુદ્દામાલ કબજે લીધો હતો. ત્યાર બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ યુવાન અને અન્ય નેપાલી યુવક સહીત બે સામે NDPS એક્ટ મુજબ ગુનો નોધાયો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર થી અમદાવાદ રોડ પર એસઓજી એ હિમાચલ થી સુરત જઈ રહેલ બોલેરો માંથી 1.16 લાખના 583.25 ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ યુવાન અને અન્ય નેપાલી યુવક સહીત બે સામે NDPS એક્ટ મુજબ ગુનો નોધાયો હતો

જેમાં શામળાજીથી અમદાવાદ તરફ બોલેરોમાં માદક પદાર્થ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે હિંમતનગર થી પ્રાંતિજ તરફ જવાના નેશનલ હાઈવે 48 રોડ પરથી બોલેરો કારમાં તપાસ કરતા ચરસ 583.25 ગ્રામ રૂ 1,16,650 નો મળી આવ્યો હતો. જેને લઈને SOG ટીમે બોલેરોના માલિકને ઝડપી લઈને સેમસંગનો એક મોબાઈલ રૂ 10 હજાર, બોલેરો ગાડી રૂ.7 લાખ,રોકડા રૂ.4100 મળીને રૂ 8,30,750 નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ બોલેરો માલિક રક્ષિત રવિકાન્ત જેઠવા અને અન્ય એક નેપાલી જેનું નામ ઠામ જણાયેલ નથી સહીત બે સામે ગુન્હો નોધાયો છે… ઝડપાયેલ આરોપી હિમાચલના કસોલમાં હોટલ ધરાવે છે.હિમાચલ થી છ મહિના બાદ ગુજરાત આવતો હતો તેની સાથે પોતાના ઉપયોગ માટે ચરસનો જથ્થો નેપાલી જેનું નામ ઠામ જણાયેલ નથી તેના પાસેથી લાવ્યો છે.જેને ઝડપીને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે સામે NDPS એક્ટ મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી દસ દિવસના રીમાન્ડ પર છે હજુ આની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દીશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.