6 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ: 18 થી લઇ 44 વર્ષના વ્યક્તિઓ સૌથી વધુ સંક્રમિત
શહેરમાં કોરોનાના સંક્રમણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં શહેરમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંક 139એ પહોંચી જવા પામ્યો છે. જે પૈકી 6 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. સૌથી વધુ 18 થી લઇ 44 વર્ષ સુધીની વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઇ રહી છે.
શનિવારે શહેરમાં કોરોનાના 28 કેસ નોંધાયા હતાં. જ્યારે રવિવારે નવા 30 કેસ નોંધાયા છે. રૈયા રોડ, ન્યૂ ગણેશનગર, કોઠારીયા ગામ, ગોપાલ હેરિટેજ સ્ટ્રીટ, આસોપાલવ સોસાયટી, જૂનો સ્વાતિ પાર્ક, માલધારી ફાટક, સોમનાથ સોસાયટી, ન્યૂ ગણેશ, ખોડલધામ સોસાયટી, પટેલ પાર્ક, મનહર પ્લોટ, તિરૂપતી પાર્ક, ઘંટેશ્ર્વર પાર્ક, એરપોર્ટ રોડ, જિલ્લા ગાર્ડન, કુંભારવાડા, નાનામવા રોડ, હરિહર સોસાયટી, પ્રણામી ચોક, સોરઠીયા પાર્ક, શ્યામ પાર્ક, ભગવતી પરા મેઇન રોડ, જંગલેશ્ર્વર, સહજાનંદ પાર્ક, ગાંધીગ્રામ અને પેડક રોડ વિસ્તારમાં 30 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
હાલ શહેરમાં કુલ 139 એક્ટિવ કેસ છે. જે પૈકી 131 લોકોએ વેક્સિનના તમામ ત્રણેય ડોઝ લઇ લીધા છે. જ્યારે માત્ર આઠ વ્યક્તિઓ જ એવા છે કે જેને હજુ સુધી વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. 17 વ્યક્તિઓને કોરોનાગ્રસ્ત લોકોના સંપર્ક આવવાથી સંક્રમિત થયા છે. જ્યારે 6 વ્યક્તિઓ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવી રહ્યાં છે. 18 વર્ષથી નીચેની વય મર્યાદા ધરાવતા 11 વ્યક્તિઓને કોરોના થયો છે. જ્યારે 18 થી 44 વર્ષના 62 વ્યક્તિ, 45 થી 60 વર્ષ સુધીના 39 વ્યક્તિઓ અને 60 વર્ષથી વધુની વય મર્યાદા ધરાવતા 27 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.