• પીસીબીની દેશી દારૂની ભઠ્ઠીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક
  • જાળીયા ગામે અને કૂબલીયાપરામાં દરોડો પાડી ચાર નશાના સોદાગરોની ધરપકડ : બુટલેગર આલમમાં સન્નાટો

શહેર પોલીસની પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાંચ(પીસીબી) દ્વારા સતત બીજા દિવસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડવામાં આવ્યો છે. ગઈકાલે મુંજકાથી બે અને થોરાળા વિસ્તારમાંથી એક એમ કુલ ત્રણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધા બાદ આજે વધુ એકવાર પીસીબી દ્વારા જાળીયા ગામે અને કૂબલીયાપરામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પીસીબીએ દરોડો પાડીને 579 લિટર દેશી દારૂ સને 7270 લિટર આથો કબ્જે કરી નાશ કર્યો હતો. જયારે ચાર જેટલાં નશાના સોદાગરોની ધરપકડ કરતા દેશી દારૂના ધંધાર્થીઓમાં સન્નાટો મચી જવા પામ્યો છે.

શહેર પોલીસની પીસીબી દ્વારા દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર સતત ધોંસ બોલાવવામાં આવી રહી છે. યુનિવર્સિટી અને થોરાળા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી અડધા લાખનો દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો કબ્જે લીધા બાદ હવે કુવાડવા રોડ પોલીસ અને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ દરોડા પાડી 4 શખ્સોને દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લીધા હતાં. દરમિયાન એક મહિલાનું નામ ખુલ્યું હતું.

પોલીસે કૂબલીયાપરાથી રૂ. 20,800નો 104 લિટર દેશી દારૂ અને રૂ. 70 હજારનો 2800 લિટર આથો અને સાધનો મળી 95,550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે જાળીયા ગામે ડેમી નદીના કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમી પરથી દરોડો પાડી જાળીયા ગામના જ નિતેષ ભનુભાઇ સોલંકી (ઉ.વ.45), રમેશ ભનુભાઇ સોલંકી (ઉ.વ.50) તથા સુરેશ બચુભાઇ સોલંકી (ઉ.વ.49)ને દેશીની ભઠ્ઠી ચલાવતાં પકડી લીધા હતાં. કુબલીયાપરા-5ની અંજુ વિશાલ સોલંકીનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. જાળીયા ગામેથી પીસીબીએ 475 લિટર દેશી દારૂ જેની કિંમત રૂ. 95000 તથા 3920 લિટર આથો અને 350 લિટર બળી ગયેલો આથો કબ્જે કરી નાશ કર્યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સટેબલ કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, હિરેનભાઇ સોલંકી, નગીનભાઇ ડાંગર અને વાલજીભાઇ જાડાએ આ કામગીરી કરી હતી.

પીસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 316 બોટલ દારૂ અને બિયરના 72 ટીન પકડી પાડ્યા : ચાલકની શોધખોળ

પીસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયાના માગદર્શન હેઠળ પીએસઆઈ એમ જે હુણની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે, એક ફોર વ્હીલ કાર દારૂ – બિયરનો જથ્થો લઇ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ નીકળનાર છે. બાતમી મળતા પીસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ હતી ત્યારે બાતમીવાળી કિયા સોનેટ કાર પસાર તેને અટકાવવા પ્રયત્ન કરાતા ચાલકે કાર પૂરપાટ દોડાવી હતી. જેથી પીસીબીએ કારનો પીછો કર્યો હતો. દરમિયાન પોલીસને જોઈને ડઘાઈ ગયેલા ચાલકે કાર સર્વિસ પર ઉતારી અંધારાનો લાભ લઇ કાર રેઢી મૂકી ફરાર થઇ ગયો હતો. કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 316 બોટલ જેની કિંમત રૂ. 1,26,400 અને 72 નંગ બિયર ટીન જેની કિંમત રૂ. 7200 મળી આવ્યા હતા. પીસીબીએ દારૂ – બિયરનો જથ્થો કબ્જો કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.